Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છોટીકાશી જામનગરમાં એચ.જે. લાલ પરિવાર દ્વારા અયોજીત શ્રી વિરાટ બૃહસ્પત મહા સોમયાગ તથા શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞનાં ખંભાળીયા હાઈ-વે પર વલ્લભચાર્યનગરમાં ૬ દિવસીય ધર્માેત્સવમાં ઈંદોરનાં પદ્મશ્રી-પદ્મભૂષણ પૂ. ગો. ગોકુલોતસવજી મહારાજ તથા તેમની સાથે સોમયજ્ઞ સમ્રાટ પૂ.પા. ગોસ્વામી શ્રી વ્રજોત્સવજી મહોદય તથા પૂ.પા.ગો. ચિ. શ્રી ઉમંગરાયજી બાવાનાં સાનિધ્યમાં યજ્ઞ સાથે જ પ્રતિદિન વિવિધ ઉત્સવો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે. ગઈકાલે ધર્માેત્સવનાં પાંચમાં દિને પ.પૂ.ગો.શ્રી ૧૦૮ શ્રી ગોકુલોત્સવજી મહારાજનાં વચનામૃતનો હજ્જારો ભક્તોએ લાભ લીધો હતો. રથયાત્રા તથા ધ્વજારોહણ મનોરથ અને બ્રહ્મચક્રનો પ્રસંગ પણ ઉજવાયો હતો. યજમાન લાલ પરિવારનાં અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલ સહિત સમગ્ર પરિવારે રથયાત્રા તથા ધ્વજારોહણ સહિતનાં મનોરથમાં સહભાગી થઈ પુણ્યલાભ મેળવ્યો હતો. રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો. વિરાટ જનમેદની વચ્ચે ધામધૂમથી મનોરથો ઉજવાતા ધર્માેત્સવને ભક્તોને ઉમંગ ચરમસીમાએ પહોંચતા સર્વત્ર 'શ્રી વલ્લભાધીશકી જય'નો નાદ ગૂંજી ઉઠયો હતો. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial