Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ત્રણ ફરાર આરોપીને હાજર થવા અદાલત દ્વારા પ્રસિદ્ધ કરાયું જાહેરનામું

ત્રણેયના ધરપકડ વોરંટની પણ થઈ શકતી નથી બજવણીઃ

જામનગર તા. ૩૦ઃ જામનગરના ત્રણ શખ્સ સામે શિક્ષાપાત્ર ગુન્હા નોંધાયા પછી આ શખ્સો અદાલતમાં હાજર થતાં નથી. તેઓના ધરપકડ વોરંટની પણ બજવણી થઈ શકતી નથી. તેથી અદાલતે આગામી ૧૪ માર્ચે ત્રણેય આરોપીને હાજર થવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જામનગરના ખોજાનાકા વિસ્તારમાં વસવાટ કરતા શૌકત નુરમહંમદ મલેક નામના શખ્સ સામે ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ શખ્સને અદાલતમાં હાજર થવા માટે તાકીદ કરવા ઉપરાંત ધરપકડ વોરંટ પણ ઈસ્યુ થયું હતું. આમ છતાં આ શખ્સ મળી આવતો ન હોય તેને આગામી તા.૧૪ માર્ચના દિને ચીફ કોર્ટમાં હાજર થવા અદાલતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જામનગરની જી.જી. હોસ્પિટલ પાસે હિમતનગર નજીક મહાદેવ ભુવન નામના મકાનમાં વસવાટ કરતા આનંદ દેવરામ મદ્રાસી નામના શખ્સ સામે આઈપીસી ૩૦૨, ૩૨૩, ૪૪૯, ૪૫૦, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા બીપી એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુન્હો નોંધાયેલો છે. તેને પણ હાજર થવા માટે જણાવાયા પછી ધરપકડ વોરંટ કઢાયું હતું. તે વોરંટની બજવણી થતી નથી અને આરોપી ફરાર થઈ ગયો છે. તેને આગામી તા.૧૪ માર્ચે હાજર થવા અદાલતે જાહેર નામાથી હુકમ કર્યાે છે.

તે ઉપરાંત અંબર ગેસ્ટ હાઉસ પાસે રહેતા પ્રેમબહાદુર ધનબહાદુર ગુરખા નામના શખ્સ સામે પણ ઉપરોક્ત કલમો હેઠળ ગુન્હો નોંધાયેલો છે. તેની સામે પણ વોરંટ નીકળ્યું હતું. તેમ છતાં આ શખ્સ પોલીસની પકડથી દૂર રહ્યો છે. તેને તા.૧૪ માર્ચે ચીફ કોર્ટમાં હાજર થવા હુકમ કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh