Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હસમુખભાઈ હિન્ડોચા અને હર્ષિતભાઈ કાવરની
જામનગર તા. ૩૦ઃ સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટી સ્ટેટ-શેડ્યુલ્ડ બેંક રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં જામનગરના હસમુખભાઈ હિંડોચા અને રાજકોટના હર્ષિતભાઈ કાવરની કો-ઓપ્ટ ડિરેક્ટર્સ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
હસમુખભાઈ હિન્ડોચા હાલ જામનગરના જાણીતા એડવોકેટ છે, અને જામનગરની નવાનગર કો.ઓપ. બેંક લિ.માં કર્મચારી તરીકે ફરજ બજાવતા હતાં. આ પછી એ જ બેંકમાં ૧પ વર્ષ સુધી બોર્ડ ઓફ ડીરેક્ટર તરીકે સેવા આપી હતી.
આ ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બેંકની જામનગર શાખામાં વર્ષ ર૦૦૯ થી શાખા વિકાસ સમિતિમાં કન્વિનર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. સાથોસાથ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
જ્યારે રાજકોટના હર્ષિતભાઈ કાવર અગ્રણી ઉદ્યોગપતિ છે. બાલ્યકાળથી જ સેવા ભાવ સાથે કાર્યકર્તા હર્ષિતભાઈએ વિવિધ સંસ્થાઓમાં અગ્રેસર રહી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. મહારાષ્ટ્રમાં ૪ સહિત કુલ ૩૯ શાખા ધરાવે છે. ડીપોઝિટમાં રૂા. પ૦૦૦ કરોડનો આંક વટાવ્યો છે. ધિરાણ રૂા. ૩૬પ૬ કરોડ છે, અને ટૂંક સમયમાં જ બિઝનેસ મીક્સ ૧૦ હજાર કરોડ થશે. મોબાઈલ અને વોટ્સએપ બેંકીંગ સહિત અનેકવિધ ગ્રાહક સુવિધા સાથે એશિયાભરમાં વધુ સભાસદ ધરાવતી બેંક, નાના માણસની મોટી બેંક તરીકે પ્રચલિત છે.
ફક્ત બેન્કીંગ જ નહીં, પરંતુ સામાજિક ઉત્તરદાયત્વ સાથે કાર્ય કરે છે. નવ નિયુક્ત બન્ને કો.ઓપ્ટ ડિરેક્ટર્સને સહકારી-બેંકીંગ ક્ષેત્ર ઉપરાંત સમાજના વિવિધ વર્ગમાંથી શુભેચ્છકો શુભ કામના પાઠવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial