Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર રીજીયન પેસેન્જર એસો.નું નિવેદનઃ
જામનગર તા. ૩૦ઃ સૌરાષ્ટ્ર-ગુજરાતના રેલવે સુવિધાઓમાં ઉપયોગ કરનારા સામાન્ય મુસાફરો, નાના મધ્યમ કક્ષાના વેપારી વર્ગના વેપારી ધંધાના હિતમાં જે નવી રેલલાઈનના બાંધકામમાં અસાધારણ વિલંબ થયો છે. જે કારણે મધ્યપ્રદેશ સામેનું રેલ વ્યવહારનું અંતર ઘટવું જોઈએ તે ઘટતું નથી, ૭ર મુસાફરી દર ઘટાડાનો લાભ મળતો નથી.
સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકો રેલવે વિષયક બાબતને કોઈ ધયાને લેતું નથી. આ યોજના પૂરી થાય તો વડોદરાને વધુ લાભ મળે તેમ છે.
છોટા ઉદયપુરથી ધાર (મધ્યપ્રદેશ) નવી બ્રોડગેજ લાઈનનું નક્કી થયું હતું. ૩૦-૩૫ વર્ષ પહેલા આ યોજના મંજુર થઈ જેમાં છોટા ઉદેપુરથી અલીરાજપુર સુધીનું કામ પૂર્ણ થયું એ પછી કામ આગળ વધ્યું નહીં. સરકાર, પ્રધાન બદલાયા પરંતુ કામ આગળ ધપાવવામાં કોઈને રસ હોય તેમ જોવા મળ્યું નહીં. સૌરાષ્ટ્ર અને રાજકોટથી આગળને તો કોઈ ગણતું જ નથી.
છેલ્લા ૭૫ વર્ષમાં સૌરાષ્ટ્રને સોમનાથ સિવાય કોઈ નવી રેલવે લાઈન સેવા મળી નથી. સાંસદો તો રીપીટ થાય તેની જ ચિંતા કરે છે. ખરેખર ધાર નવી સુધી નવી લાઈન માટે અવાજ ઉઠાવવાની જરૂર છે. તેમ જામનગર રીજીયન પેસેન્જર એસો.ના માનદમંત્રી ચંદ્રવદન પંડયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial