Advertisement
Author: નોબત સમાચાર

પિતરાઈઓ સાથે ભાગીદારીમાં કરાતા ધંધાનો હિસાબ ન મળતા યુવાને વખ ઘોળ્યું

મૃતકના મોટાભાઈએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ

જામનગર તા. ૩૦ઃ કલ્યાણપુરના રાજપરા ગામના એક યુવાને પોતાના જ પરિવારના ચાર શખ્સ સાથે ભાગીદારીમાં આફ્રિકામાં બોરવેલનો ધંધો શરૂ કર્યા પછી દોઢ વર્ષ સુધી પિતરાઈઓએ હિસાબ ન આપતા કંટાળી ગયેલા આ યુવાને ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. તેને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે મૃતકના મોટાભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામમાં વસવાટ કરતા ભીમશીભાઈ નાથાભાઈ ભોચીયા નામના આહિર યુવાને દોઢેક વર્ષ પહેલાં પોતાના જ કુટુંબી ભાઈ અને દુધીયા ગામની સીમમાં રહેતા સામતભાઈ પરબતભાઈ ધ્રાંગુ તથા હેભાભાઈ પરબતભાઈ, કાળુ નગાભાઈ ધ્રાંગુ, કિશન કાળુભાઈ ધ્રાંગુ સાથે ભાગીદારીમાં આફ્રિકામાં બોરવેલનો ધંધો શરૂ કર્યાે હતો.

આવી રીતે પાંચેય વ્યક્તિએ દોઢેક વર્ષ સુધી ધંધો કર્યા પછી પણ ભીમશીભાઈને માગવા છતાં વેપારનો હિસાબ આપવામાં આવતો ન હતો. તેથી ભીમશીભાઈએ અવાર નવાર તેની માગણી કરી હતી. આમ, છતાં સામત ધ્રાંગુ સહિતના ચારેય વ્યક્તિ હિસાબ આપતા ન હતા તેથી માનસિક યંત્રણા ભોગવતા ભીમશીભાઈએ સામત ધ્રાંગુની વાડીએ જઈ કોઈ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે.

ઉપરોક્ત બનાવ અંગે મૃતકના મોટાભાઈ અરશીભાઈ નાથાભાઈ ભોચીયાએ કલ્યાણપુર પોલીસ મથકમાં ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh