Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, ગણેશજીની વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળીઃ
જામનગર તા. ૩૦ાઃ જામનગરની પ્રતિષ્ઠિત અને શિસ્ત સાથે શિક્ષણને વરેલી વટવૃક્ષ સમાન, જ્ઞાનયજ્ઞ સમાન શ્રી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રીરામના પુનઃપ્રતિષ્ઠાનના ભવ્યાતિભવ્ય મહામહોત્સવના સમાંતર જ જામનગરમાં ભવ્ય આયોજન કરી વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું સિંચન થાય તેવા ઉમદા ભાવથી આસ્થામય માહોલને તાદૃશ્ય કર્યો હતો જેથી બાળવયથી જ સત્ય-અનુશાસન-વચનબદ્ધતા સહિતના સદ્ગુણો થકી વિદ્યાર્થીઓ સ્વયં ઉજાગર થાય જે દિવ્ય સમાજ અને દિવ્ય રાષ્ટ્રનું સર્જન કરી મા ભારતીના ચરણોમાં ભેટ ધરી શકે છે. આ તકે શ્રી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલના ડાયરેક્ટર શ્રીમતી ઉસ્મિતાબેન ભટ્ટ અને ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, અમારૂ આ આયોજન સહજ રીતે સાકાર થયાનો અમે અનુભવ કર્યો અને સમગ્ર આયોજનની પરીપૂર્તિ વિદ્યાર્થીઓ અને વાલીઓની ઊંડી શ્રદ્ધાનું પ્રતીક બની રહી હતી.
બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ચેરમેન અશોકભાઈ ભટ્ટએ જણાવ્યું કે અયોધ્યાપુરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અહીં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણ સાથે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં અવેલું જે ખૂબ જ સફળ બની રહ્યું હતું. જેમાં તા. રર ના સવારે લાલ બંગલા સર્કલથી સ્કૂલ્સના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી ગણેશજી, હનુમાનજી, શ્રીરામ, લક્ષ્મણ, જાનકી તેમજ ભારતમાતાના પોષાકમાં સુ-સજ્જ થઈ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રા લાલ બંગલા સર્કલથી નીકળી બ્રિલિયન્ટ સ્કૂલમાં આવી જ્યાં શાળાના ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન શ્રીમતી ઉસ્મિતાબેન ભટ્ટ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત તેમજ સામૈયા કરી શ્રીરામ ભગવાનનું સહપરિવારનું પવિત્ર તીર્થજળથી પાદૂકા પૂજન તેમજ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારપછી શાળામાં રામ ભગવાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંતમાં ૧૦૦૮ દિપ પ્રાગટાવી શાળામાં ટ્રસ્ટી મૌલિકભાઈ ભટ્ટ તથા ભવ્યતાબેન ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીગણ અને શિક્ષકગણ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી જે સંપૂર્ણ આયોજન 'અવધમાં પધાર્યા શ્રીરામ'ની થીમ અને સમાંતર કાર્યક્રમો યોજાયા હતાં, જે ઉર્જામય માહોલમાં સંપન્ન થયું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન રાષ્ટ્રભાવના સાથે કરાયું હતું.
ખાસ કરીને ભારતમાં સદીઓ પછી એક એવો અવસર આવ્યો છે, જે નવા યુગનું નિર્માણ કરનાર છે ત્યારે શ્રી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના બાળકોમાં ભગવાન શ્રીરામના મર્યાદા પુરુષોત્તમ અવતારના આદર્શો જાણી બાળવયથી જ જીવનમાં મૂલ્યોનું સિંચન કરી પોતાના જીવનભર અનોખી દિવ્ય ઉર્જા સાથે પતાના ક્ષેત્રમાં નિરંતર પ્રગતિ કરે તે હેતુ સાથેનું આ સમગ્ર આયોજન યાદગાર બની રહ્યું હતું તેમજ વાલીઓના શુભેચ્છકોના, સ્નેહીઓના આ આયોજન અંગે પ્રોત્સાહક પ્રતિભાવો સાંપડ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial