Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના હર્ષદપુરમાં સાત કરોડની જમીન પચાવી પાડવા અંગે પોલીસમાં અરજી

જમીનના કુલમુખત્યારે આપી જાણકારીઃ

ખંભાળિયા તા. ૩૦ઃ ખંભાળિયાના આસામીના મામાની હર્ષદપુરમાં આવેલી રૂપિયા સાતેક કરોડની જમીન રાજકોટ તથા અમદાવાદના શખ્સોએ પચાવી પાડવા માટે દસ્તાવેજ કરાવ્યા હતા. આ જમીનના કુલમુખત્યારે પોલીસમાં અરજી કરી છે.

ખંભાળિયાના ઔદિચ્ય બ્રહ્મસમાજના પૂર્વ અગ્રણી તથા બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ અને માર્કેટીંગ યાર્ડના પૂર્વ સેક્રેટરી રશ્મીનભાઈ જે. શુકલ દ્વારા તેમના વિદેશ રહેતા મામા કાંતિલાલ પ્રભાશંકર જોષીની માલિકીની હર્ષદપુરમાં આવેલી અંદાજે રૂપિયા સાતેક કરોડની જમીન રાજકોટના કાંતિલાલ પ્રભાશંકર જોષી, અમદાવાદના બહેરામશા કુપર, હુસેન ઈશા, મધુકાંત મોહનભાઈ શાહ સહિતના સાત શખ્સે ખોટા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડના આધારે બોગસ કુલ મુખત્યારનામુ તૈયાર કરી દસ્તાવેજ કરી નાખ્યાની અરજી કરી છે.

તેઓએ અરજીમાં જણાવ્યા મુજબ તેમના મામા કાંતિલાલ પ્રભાશંકરના દાદાનું નામ સુંદરજી જોષી હતંુ, જ્યારે તેમના જેવું જ ભળતું નામ ધરાવતા રાજકોટના કાંતિલાલ પ્રભાશંકરના દાદાનું નામ ઉમિયાશંકર જોષી છે. ભળતા નામનો લાભ લઈ આ શખ્સોએ સાતેક કરોડની જમીન પચાવી પાડવા માટે ખોટો દસ્તાવેજ કરી નાખી રજીસ્ટર કરાવવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં તેને રજૂ કર્યાે હતો.

ઉપરોક્ત બાબતની જાણકારી મળતા રશ્મીનભાઈએ પ્રાંત કચેરીમાં રજૂઆત કરતા તેઓને ધમકી પણ મળી હતી. તેથી પોતાના મામાની જમીનના કુલમુખત્યાર રશ્મીનભાઈ શુકલે પોલીસમાં અરજી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh