Advertisement
Author: નોબત સમાચાર

જમીન દફ્તર વિભાગમાં જામનગર સહિત વર્ગ-ર ના ર૪ જિલ્લા નિરીક્ષકો બદલાયા

જામનગરમાંથી ત્રણની બદલીઃ જિલ્લા બહારથી ત્રણ મૂકાયાઃ

જામનગર તા. ૩૦ઃ રાજ્યમાં ફરજ બજાવતા જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર (વર્ગ-ર) સંવર્ગના કુલ ર૪ અધિકારીની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જામનગરમાં ફરજ બજાવતા સિટી સર્વે સુપ્રિન્ટેડેન્ટ-૧, એસ.બી. ગધેથરિયાને વડોદરા, સિટી સર્વ સુપ્રિ.-ર ના વી.વી. કુમારને હક્ક ચોકસી અધિકારી જૂનાગઢ-ર માં, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરના એફ.આર. કુબાવતને સિટી સર્વે સુપ્રિ.-૧ રાજકોટમાં મૂકવામાં આવ્યા છે.

જ્યારે રાજકોટથી એ.આર. દેવંગડાને જામનગર સિટી સર્વે સુપ્રિ.-૧ માં, રાજકોટથી એસ.એચ. દવેને હક્ક ચોક્સી અધિકારી તરીકે, જામનગરમાં અરવલ્લીથી ડી.યુ. કુંડલિયાને જામનગરમાં સિટી સર્વે સુપ્રિ.-ર તરીકે મૂકવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh