Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ કલ્યાણપુરના દેવરીયામાં રહેતા હતા મહિલાઃ
જામનગર તા. ૩૦ઃ કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામના એક પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી જઈને વિષપાન કરી લીધા પછી તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામમાં રહેતા પાયલબેન વિક્રમભાઈ આંબલીયા નામના એકવીસ વર્ષના આહિર પરિણીતાએ ગઈ તા.રના દિને પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી.
તેની જાણ થતાં આ મહિલાને વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય હતા. તેઓનું સારવાર દરમિયાન જ ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. સૂર્યાવદર ગામના અરશીભાઈ વેજાણંદભાઈ વારોતરીયાએ પોલીસને જાણ કરી છે. આ મહિલા માનસિક બીમારીથી પીડાતા હતા અને તેઓએ બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લીધાનું પોલીસને જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial