Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જર્જરિત આવાસોમાં વ્યવસાય-ધંધા શરૂ કરી દીધા !
જામનગરમાં જર્જરિત હાલતમાં રહેલ ૧૪૦૪ આવાસ યોજનાની ઈમારતના કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવતા આજે ૧૪ દુકાનોને જામનગર મહાનગરપાલિકા દ્વારા લોક મારી બંધ કરાવાઈ હતી. જામનગરના અંધાશ્રમ પાસેની ૧૪૦૪ આવાસ યોજનાના મકાનો જર્જરિત હાલતમાં છે. આથી તેને ખાલી કરવાની મહાનગરપાલિકા દ્વારા અગાઉ સૂચના આપવામાં આવી હતી. આ ઈમારતમાં હજુ પણ અનેક લોકો વસવાટ કરી રહ્યા છે તેમજ અમૂક લોકો રહેણાંક મકાનનો કોમર્શિયલ ઉપયોગ કરતા હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. આથી આજે સવારે જામનગર મહાનગરપાલિકાની સ્લમ શાખાના અધિકારી અશોક જોષીની આગેવાનીમાં સિક્યોરીટી અને એસ્ટેટ શાખાના સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા, તથા અનવર ગજણ વગેરેની ટીમ ૧૪૦૪ આવાસમાં પહોંચી હતી અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને તમામ ૧૪ દુકાનોને લોક મારી વપરાશ બંધ કરાવાયો હતો. હવે મહાનગર પાલિકાની ટીમની હાજરીમાં તેઓ દુકાન ખાલી કરી આપશે. આ કામગીરી મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ નાયબ કમિશનર વાય.ડી. ગોહિલની સૂચના મુજબ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial