Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝારખંડના મુખ્યમંત્રી ગૂમ થયા હોવાના પોસ્ટર લાગ્યા-ઈનામ જાહેર થયું !
રાંચી તા. ૩૦ઃ ઝારખંડના મુખ્યમંત્રીને લઈને વિવાદ વધી રહ્યો છે. ભાજપે તેઓ ગૂમ થયાના પોષ્ટર લગાવી ઈનામ જાહેર કર્યું છે, તો ઈડીએ બે કાર અને ૩૬ લાખની રોકડ હેમંત સોરેનને ત્યાંથી જપ્ત કરી હોવાના અહેવાલો પણ વહેતા થયા છે.
ઈડીની ટીમ ર૯ જાન્યુઆરીના ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હીના ઠેકાણા પર પહોંચી હતી, પરંતુ તેઓ મળ્યા નહીં, અત્યાર સુધી તેમની કોઈ ભાળ મળી નથી. ઝારખંડના સીએમ હેમંત સોરેન છેલ્લા ર૪ કલાકથી કયાં છે તેની કોઈને ખબર નથી. આ તરફ, ડીઈએ હેમંત સોરેનના દિલ્હીના ઘરેથી ૩૬ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. બે કાર પણ જપ્ત કરવામાં આવી છે.
તપાસ એજન્સીએ સોરેનની ગેરહાજરીમાં દિલ્હીના શાંતિ નિકેતનમાં આવેલા ઘરે દસ્તાવેજોની તપાસ કરી હતી. મોડી સાંજે ઈડીએ સોરેનની ૧ કરોડ રૂપિયાની બીએમડબ્લયુ કાર સહિત બે કાર જપ્ત કરીને લઈ ગઈ હતી. સોરેનના ઘરેથી ૩૬ લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે. સીએમનું સરકારી પ્લેન પણ રાંચિના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવ્યું છે.
આ તરફ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાજ્યના ગૃહ સચિવ અવિનાશ કુમાર, ડીજીપી અજ્યકુમાર અને મુખ્ય સચિવ એલ. ખ્યાંગ્તેને રાજભવન બોલાવ્યા હતાં. ત્રણેય અધિકારીઓ રાજ્યપાલ સાથે મુલાકાત બાદ રાજભવનથી નીકળ્યા હતાં. રાજકીય પરિસ્થિતિ પર રાજ્યપાલ સીપીએ કહ્યું કે તમારી જેમ હું પણ સીએમ હેમંત સોરેનના જવાબની રાહ જોઈ રહ્યો છું. કાયદાથી ઉપર કોઈ નથી. આપણે બધા બંધારણના દાયરામાં છીએ. શાસક પક્ષનું આ વર્તન યોગ્ય નથી.
કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા આલમગીર આલમે કહ્યું કે જો મુખ્યમંત્રી અહીં હોત તો તેઓ પોતે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હોત. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) એ દિલ્હી પોલીસને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને શોધીને લાવવા કહ્યું છે. મંગળવારે ૩૦ જાન્યુઆરીએ એક અંગ્રેજી અખબારના અહેવાલમાં આ વાત સામે આવી છે. હેમંત સોરેન છેલ્લા ર૪ કલાકથી કયાં છે તે કોઈને ખબર નથી.
ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) એ એક નિવેદન જારી કરીને કહ્યું - જ્યારથી ઝારખંડમાં આદિવાસી યુવા હેમંત સોરેનના સક્ષમ નેતૃત્વમાં ગઠબંધન સરકાર બની છે, ત્યારથી કેન્દ્ર સરકાર અને ભાજપ સરકાર તેને પાડવાનું ષડયંત્ર કરી રહી છે. તમામ રાજકીય પ્રયાસો બાદ હવે કેન્દ્ર અને ભાજપ બંધારણીય સંસ્થાઓનો દુરૂપયોગ કરી રહ્યા છે.
બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મેં પહેલેથી જ કહ્યું હતું કે ઝારખંડ સરકારના એડવોકેટ જનરલ મારા ઝારખંડની આન બાન અને શાન બહાદુર શિબુ સોરેનજીના પુત્ર મુખ્યમંત્રી હેમંત સોરેન જીને ભાગેડુ જાહેર કરશે. આજે મારી વાત સાચી સાબિત થતી જણાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાં તો હેમંત સોરેનજી દિલ્હીથી ભાગી ગયા હતા અથવા બીમાર પડયા હતા અથવા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઝારખંડના રાજ્યપાલે તેમના સુરક્ષા અધિકારીને બરતરફ કરવા જોઈએ. ઝારખંડનું નાક કપાઈ ગયું. ભાજપે હેમંત સોરેન ગૂમ થયા હોવાના પોષ્ટરો લગાવી ૧૧ હજારનું ઈનામ જાહેર કર્યું હોવાની વાતો પણ વહેતી થઈ છે.
પહેલા ર૦ જાન્યુઆરીએ ઈડીએ હેમંત સોરેનની સીએમ હાઉસમાં લગભગ સાડા સાત કલાક સુધી પૂછપરછ કરી હતી. ત્યારબાદ એજન્સીએ તેમને તેમની આવકના સ્ત્રોત અને આવકવેરા રિટર્નના આપેલી વિગતોને લગતા પ્રશ્નો પૂછયા હતાં. આ પૂછપરછ ડીએવી બરિયાતુની પાછળ આવેલી ૮.૪૬ એકર જમીનને લગતી હતી.
પૂછપરછ બાદ સીએમ સોરેન સમર્થકોને સંબોધતા કહ્યું કે ઈડી ના તમામ સવાલોના જવાબ આપી દીધા છે. જો વધુ પૂછપરછ હોય તો હું જવાબ આપવા તૈયાર છું. આ પછી ઈડીએ તેમને ર૭ થી ૩૧ જાન્યુઆરી વચ્ચે બીજી પૂછપરછ માટે સમય અને સ્થળ જણાવવા કહ્યું હતું.
ર૦ જાન્યુઆરીએ ઈડીની ટીમ હેમંત સોરેનની પૂછપરછ કરવા માટે ૯૦ વાહનોમાં સીએમ હાઉસ પહોંચી હતી. તેમાંથી ૩ વાહનોમાં અધિકારીઓ હતા, જ્યારે ૬ વાહનો તેમની સુરક્ષા માટે તહેનાત હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial