Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માછીમારો માટે વધુ એક વખત તારણહાર બન્યુંઃ
દ્વારકા તા. ૩૦ઃ દ્વારકાના એક માછીમારનો મધદરિયે જાળ ફેંકતી વખતે અકસ્માતે પગ ભાંગી જતાં તેઓએ મદદ માટે કોસ્ટગાર્ડ સમક્ષ અરજી કરી હતી. પોરબંદરના દરિયા કાંઠેથી ઉડેલા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરમાં આ માછીમારને રેસ્કયુ કરી ઓખા લાવવામાં આવ્યા હતા. આમ કોસ્ટગાર્ડ વધુ એક વખત માછીમારો માટે મદદરૂપ બન્યું હતું.
દ્વારકાના દરિયામાં સીધેશ્વરી નામની બોટ માછીમારી માટે રવાના થઈ હતી. જેમાં સાથે રહેલા માછીમાર મનુભાઈ આલાભાઈ મકવાણા દરિયામાં માછીમારી જાળ ફેંકતા હતા ત્યારે જાળ સાથે બાંધવામાં આવેલો લોખંડનો વાયર તેમના પગમાં વીંટળાઈ ગયો હતો.
આ વેળાએ મનુભાઈનો પગ લગભગ તૂટી ગયો હતો. જેના કારણે આ માછીમાર અસહ્ય પીડા ભોગવી રહ્યા હતા ત્યારે તેઓએ ભારતીય કોસ્ટગાર્ડનો સંપર્ક કરતા આઈસીજી એર એન્કલેવ પોરબંદરથી રવાના થઈ દરિયામાં પહોંચ્યું હતું અને તેમાં આ માછીમારને ઉપાડી લઈ પ્રાથમિક સારવાર માટે ઓખા લાવ્યા હતા અને તે પછી આ માછીમારને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial