Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય બે કેદીને પણ સજામાં મળી માફીઃ
જામનગર તા. ૩૦ઃ જામનગર અને ખંભાળિયાના બે વ્યક્તિને હત્યાના જુદા જુદા ગુન્હામાં આજીવન કેદની સજા પડ્યા પછી હાલમાં રાજકોટની જેલમાં સજા કાપી રહેલા આ બંને કેદી ઉપરાંત અન્ય બે કેદીને તેમજ વીસ દિવસમાં કુલ આઠ કેદીને સજામાં માફી આપવામાં આવી છે. તેઓને સમાજમાં ફરીથી સારા વ્યક્તિ તરીકે રહેવા તક પૂરી પડાઈ છે.
જુદા જુદા ગુન્હાઓમાં સંડોવાયા પછી આજીવન કેદની સજા પામેલા કેટલાક કેદીઓમાંથી છેલ્લા ત્રણ સપ્તાહમાં આઠ કેદીને સજામાંથી માફી આપવામાં આવી છે. જેમાં જામનગર તથા ખંભાળિયાના પાકા કામના બે કેદીને સજામાફી મળી છે.
જામનગરની અદાલત દ્વારા દેવશીભાઈ લાલજીભાઈ મઘોડીયાને હત્યાના એક ગુન્હામાં આજીવન કેદની સજા પડી હતી. જેમાંથી તેઓએ પંદર વર્ષ અને સાત મહિનાની સજા કાપી હતી. જ્યારે ખંભાળિયા અદાલતે દુલાભાઈ હાદાભાઈ નાંગેશને પણ હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ફરમાવી હતી. તેઓએ પણ પંદર વર્ષ સાત મહિના અને વીસ દિવસની સજા કાપી હતી.
ઉપરોક્ત બંને કેદીઓને તેમના જેલમાં સારા વર્તનને ધ્યાનમાં રાખીને સજામાફી આપવામાં આવી છે. તેઓને ફરીથી પોતાના પરિવાર તથા સમાજમાં સારા નાગરિક તરીકે જીવવાની તક અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial