Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિનાઓ સુધી પરસ્પર પ્રહારો કર્યા પછી હવે ઈલૂ ઈલૂ ?
વોશિંગ્ટન તા. ૮ઃ પહેલા ધમકી પછી ટેલિફોનિક વાટાઘાટો થઈ અને ટ્રમ્પ અને કોલંબિયાના પ્રમુખના સંબંધોમાં ટ્વિસ્ટ આવ્યું છે. ટ્રમ્પે ગુસ્તાવો ૫ેટ્રોને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રો વચ્ચેના અત્યંત વણસેલા સંબંધોમાં એકાએક મોટો વળાંક આવ્યો છે. મહિનાઓ સુધી એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા પછી બન્ને નેતાઓ વચ્ચે પહેલીવાર ફોન પર વાતચીત થઈ છે.
ટ્રમ્પે આ વાતચીતને 'સન્માનની વાત' ગણાવી છે અને બન્ને નેતાઓ હવે રૃબરૃ મુલાકાત કરવા પણ સંમત થયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ટ્રમ્પે કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રો સાથે થયેલી વાતચીતની વિગતો શેર કરી હતી. તેમણે લખ્યું, 'કોલંબિયાના પ્રમુખ ગુસતાવો પેટ્રો સાથે વાત કરવી સન્માનની વાત હતી. તેમણે ડ્રગ્સ અને અન્ય તફાવતો પર અમારા વલણને સપષ્ટ કર્યું.
બીજી તરફ કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ બોગોટામાં તેમના સમર્થકોને જણાવ્યું હતું કે, વાતચી દરમિયાન વેનેઝુએલાનો મુદ્દો પણ ઊઠાવવામાં આવ્યો હતો.આ ફોન કોલને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે થોડા દિવસો પહેલાજ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે અમેરિકા કોલંબિયામાં લશ્કરી રીતે હસ્તક્ષેપ કરી શકે છે.
ઉલ્લેખનિય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કોલંબિયાના પ્રમુખ ગુસતાવો પેટ્રો વચ્ચેના સંબંધો છેલ્લા એક વર્ષમાં અત્યંત નિમ્ન સ્તરે પહોંચ્યા હતાં. ટ્રમ્પે અગાઉ પેટ્રોને 'બીમાર' અને 'ક્રોકેઈન તસ્કર' કહ્યા હતાં.
આ ઉપરાંત અમેરિકાએ પેટ્રોના વિઝા રદ્ કર્યા હતાં અને કોલંબકિયાને ડ્રગ્સ વિરોધી યુદ્ધના ભાગીદાર દેશોની યાદીમાંથી બહાર કરી દીધું હતું.
આ ફોન કોલ એવા સમયે થયો છે જ્યારે લેટિન અમેરિકામાં ભારે અસ્થિરતા છે. ર૦ર૬ ની શરૃઆતમાં જ અમેરિકાએ વેનેઝુએલા પર હવાઈ હુમલા કરી પ્રમુખ નિકલ્લસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી છે. હાલ તેઓ ન્યૂયોર્કની જેલમાં ડ્રગ્સ હેરફેરના આરોપોનો સામનો કરી રહ્યા છે. માદુરોની ધરપકડ પછી કોલંબિયા સાથેના સંબંધો સુધારવાનો ટ્રમ્પનો પ્રયાસ વ્યૂહાત્મક હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતો માને છે કે ટ્રમ્પ હવે કોલંબિયાને ડરાવવાને બદલે તેને પોતાની ડ્રગ્સ વિરોધી નીતિમાં ફરી સામેલ કરી લેટિન અમેરિકા પર પોતાનો પકડ મજબૂત કરવા માગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial