Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાની કુરંગા પ્રાથમિક શાળામાં પીરસાતુ સરગવા આધારિત મધ્યાહ્ન ભોજનઃ અનોખી પહેલ

સરકારી શાળાના ઉત્સાહી આચાર્યાનો નવતર અભિગમઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૮ઃ દ્વારકાની કુરંગા પ્રાથમિક શાળામાં સરગવા આધારિત પૌષ્ટિક મધ્યાહન ભોજનની અનોખી પહેલ થઈ છે. બાળકોની સર્વાંગી વિકાસ માટે સરગવા સિંગ તથા પાનનો નવતર અભિગમ શાળાના ઉત્સાહી આચાર્યા બહેને અપનાવ્યો છે.

સારા આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે દૈનિક જીવનમાં લેવાતો સંતુલિત, યોગ્ય અને પૌષ્ટિક આહાર શરીરને જરૃરી ઊર્જા પૂર પાડી રોગપ્રતિકારક શકિત વધારતું પોષણ આપી માનસિક અને શારીરિક વિકાસને વેગ આપે છે. આજના ઝડપી અને બદલાતા જીવનપ્રવાહમાં પોષણનું મહત્ત્વ ઊંડાણપૂર્વક સમજવું અતિ આવશ્યક હોય બાળકોને નાની વયે યોગ્ય પોષણ માટે સરકારી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દ્વારકાની કુરંગા પ્રાથમિક શાળામાં આપવામાં આવતાં મધ્યાહન ભોજનમાં આચાર્યા તન્વીબેન કાસુન્દ્રાના માર્ગદર્શનમાં બાળકોના આરોગ્ય અને પોષણમાં વિશેષ કાળજી રાખી ખાસ કરીને સરગવાની સિંગો તથા તેના પાનનો સમાવેશ કરવામાં આવે છે.

આ અંગે આચાર્યા તન્વીબેન કાસુન્દ્રાએ જણાવ્યું કે બાળકો દેશનું ભવિષ્ય હોય તેમની તંદુરસ્તી માટે અમારી શાળામાં મધ્યાહન ભોજ્નમાં સરગવાના સિંગો અને તેના પાનના ઉપયોગથી બાળકોને સ્વાભાવિક પોષણ પૂરૃં પાડવા નવતર પ્રયાસ કરીએ છીએ. આરોગ્ય માટે ઉત્તમ ગણાતા સરગવામાં વિટામીન સી, ફાઈબર, પોટેશીયમ અને કેલ્શીયમ જ પોષક તત્તે ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. સરગવો પાચનતંત્રને મજબૂત બનાવી કબજીયાત અને ગેસની સમસ્યાઓથી બચાવે છે તેમજ બ્લડ સુગર નિયંત્રિત રાખવા અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ સરગવો ઉપયોગી છે.

સરગવાના નિયમિત ઉપયોગથી શારીરિક કમજોરી દૂર થાય છે અને હાડકા મજબૂત અને સશકત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કુરંગા શાળામાં આ નવતર અભિગમથી પૌષ્ટિક આહારની માહિતી બાળકોના પરિવારો સુધી પણોંચે છે જેના કારણે પરિવારોમાં પણ સરગવાને આહારમાં અપનાવવા પ્રેરણા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh