Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાગર સુરક્ષા અને સાગરખેડૂઓની સલામતી અર્થે
ઓખા તા. ૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં જિલ્લા વહીવટી તંત્ર, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ઓખાના સંયુકત ઉપક્રમે યોજાયેલ જાગૃતિ કાર્યક્રમમાં સાગરખેડૂઓને માર્ગદર્શિત કરાયા હતાં.
દરિયાઈ સુરક્ષા અને કુદરતી સહિતની આપદાઓમાં સાગરખેડૂઓને સલામતી જળવાઈ તે માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં જિલ્લા વહીવટી તંત્ર, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ઓખાના સયુંકત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ફિશરમેન અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, જેમ ધરતીપુત્રો કૃષિ કરી અર્થતંત્રમાં યોગદાન આપી રહૃાા છે તેમ સાગરખેડૂઓ પણ પણ પોતાનું યોગદાન આપી રહૃાા છે. કુદરતી આપદાઓના સમયમાં આપણા સાગરખેડૂઓના સંરક્ષણની ચિંતાઓ વહીવટી તંત્ર તથા સરકાર દ્વારા સતત કરવામાં આવે છે. ઉપરાંત, માછીમારી કરતા સમયે ઘણીવાર અજાણતા સાગરખેડૂઓ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન પાર કરી જતા મુશ્કેલીઓ ઉભી થાય છે જેના પરિણામે તેમની અસર તેમના પરિવારો પર પણ ઉભી થાય છે. આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેમજ સાગરખેડૂઓમાં જાગૃતતા કેળવાઈ તે માટે આજનો અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં કલેકટરએ જણાવ્યું કે, સાગરખેડૂઓએ રાષ્ટ્રની સુરક્ષા અને સલામતી માટેના પ્રથમ પ્રહરી છે. એટલા માટે જ તેમની સલામતી અને જાગૃતિ માટે સરકાર પ્રતિબદ્ધ છે. જ્યારે સાગરખેડૂઓ દરિયામાં માછીમારી કરવા જાય ત્યારે સરકારના નિયમો તેમજ સલામતીના મહત્વના સાધનો, ઉપકરણો અને અગત્યના જરૃરી દસ્તાવેજો સાથે રાખવા જરૃરી છે. ઉપરાંત, સાગરખેડૂઓને સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ લાભ લેવા તેમજ રાષ્ટ્રની સલામતી અને સુરક્ષામાં પોતાનું અવિરત યોગદાન આપતા રહેવા અનુરોધ કર્યો હતો.
ફિશરમેન અવેરનેશ કાર્યક્રમમાં ખાસ કરીને સાગરખેડુઓને દરિયાઈ સુરક્ષા, વેસલ ટ્રેકિંગ સિસ્ટમ, આપત્તિ પ્રભાવ શોધ અને બચાવ, ઇન્ટરનેશનલ મેરિટાઇમ બોર્ડર લાઇન, લાઇટ ફિશીંગ અને લાઇન ફિશીંગ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા પગડીયા માછીમારી સહાય, જીપીએસ ખરીદી સહાય, લાઈફ સેવિંગ ઈક્વિપમેન્ટ, ફિશ પ્રોસેસિંગ યુનિટ, ફાઇબર રોપ, ડીઝલ વેટ સહાય, પેટ્રોલ સહાય યોજના સહિતની અનેક યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ વધુમાં વધુ માછીમારીઓને સહાયનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
ઉપરાંત, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ઇન્ડિયન નેવી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, વન વિભાગ સહિત વિવિધ વિભાગોના પ્રેઝન્ટેશન રજૂ કરી સાગરખેડૂઓને જરૃરી માર્ગદર્શન આ૫વામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ઓખા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની જે.સી.આયરા અને આભારવિધિ સલાયા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની ડી.એમ.મકવાણા દ્વારા કરવામાં આવી હતી.
ફિશરમેન અવેરનેશ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, આઈ.એન.એસ દ્વારકાના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન શશાંક શર્મા, ઇન્ડિયન કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ સી.પી.દહિયા, ફિશરીઝ રિસર્ચ સેન્ટર ઓખાના નિલેશ જોશી, ઓખા પોર્ટ ઓફિસર અરવિંદ મિશ્રા, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ, અગ્રણી મોહન બારાઈ, સુલેમાન પલાણી, પરેશભાઈ જોશી સહિત બહોળી સંખ્યામાં સાગરખેડૂઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial