Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સહવારસદારોની સહી-સહમતિ વગરના
જામનગર તા. ૮ઃ જામનગરમાં એક સંયુક્ત માલિકીની વિશાળ જમીનના વેંચાણ-સોદામાં સહવારસદારની સહી-સહમતિ વગર થયેલા વિવાદમાં જિલ્લા કલેક્ટર સમક્ષ વાદી સહવારસદાર મધુબેન નાથાલાલ નકુમ (મહેન્દ્રભાઈ પરમારના પત્ની) એ કરેલ કેસમાં જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે તા. ૧ લી જાન્યુઆરી, ર૦ર૬ ના દિને આ કેસમાં મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે.
આ કેસની વિગતો પ્રમાણે જામનગર શહેર ટીકા નં. ૩ (બી), ખાતા નં. ર૦૮, રે.રા.નં. ૭૮૮/૧ વાળી જમીનનો દસ્તાવેજ વાદીની સહી-સહમતિ વગર અન્ય સહવારસદારોને જમન સામજી ફળદુ તથા હરદાસ કરસન ખવાના નામે દસ્તાવેજ નં. ૮૦ર૦, તા. ર૧-૮-ર૦ર૪ ના ના કરી આપ્યો હતો. આવી જ રીતે જામનગર શહેર ટીકા નં. ૩(બી), ખાતા નં. ૯૧, રે.સ.નં. ૯૭૭ વાળી જમીનનો વેંચાણ દસ્તાવેજ તા. ૧૧-૮-ર૦ર૪ ના દસ્તાવેજ નોંધણી નં. ૮૦રર થી જમન સામજીના નામે કરી આપવામાં આવ્યો હતો.
આ બન્ને વેંચાણ દસ્તાવેજોના આધારે સિટી સર્વે કચેરીમાં જમીન ખરીદનારાઓના નામે તા. ર૦-૯-ર૦ર૪ ના દિને અનુક્રમે નોંધ નં. ર૯૮૭ અને નં. ૧પપ૩ થી નામે ચડાવી દેવામાં આવ્યા હતાં. એટલું જ નહીં, આ જમીનોને ત્યારપછીના થોડા જ સમયમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીનખેતી પણ કરી આપવામાં આવી હતી.
આ બન્ને વેંચાણ દસ્તાવેજોની સિટી સર્વેમાં કરાયેલી નોંધ નાયબ કલેક્ટર (જામનગર શહેર) નો મંજુર કરવાનો ઠરાવ રદ્ કરવાનો આદેશ જિલ્લા કલેક્ટરે આપ્યો છે, અને આ વિવાદમાં ફેર નિર્ણય કરવા કેસ રિમાન્ડ કરવાની સૂચના આપેલ છે.
જો કે, જિલ્લા કલેક્ટરે પ્રતિવાદીઓને ૯૦ દિવસમાં ગુજરાતના મહેસુલ વિભાગના સચિવ સમક્ષ રિવિઝન અરજી કરવાની મંજુરી આપી છે.
જિલ્લા કલેક્ટરના આ અતિ મહત્ત્વના અને કરોડોની જમીનના સંદર્ભમાં આપેલા ચૂકાદાના કારણે આ સોદાની જમીનોના ખરીદનારા અને તેમના દ્વરા થઈ રહેલા અન્ય વ્યવહારોને અસર થઈ છે.
અને આ વિવાદની ચર્ચાસ્પદ અને નોંધપાત્ર બાબત એ છે કે જમીન ખરીદનારાઓમાં જામનગરના અગ્રણી લેન્ડ ડેવલપર જમન સામજી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના પુત્ર જયેન્દ્રભાઈ મુંગરા, પૂર્વ જિ.પં. પ્રમુખ હરદાસભાઈ ખવા જેવા આગેવાનોના નામ છે.
જામનગર શહેરની બિલ્ડર લોબીમાં ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણમાં અન્ય બે જેટલા ખરીદ-વેંચાણના સોદાના દસ્તાવેજોને પણ પડકારવામાં આવ્યા હોવાથી તે અંગેની કાનૂની લડત પણ ચાલુ છે.
અત્યારના સંજોગોમાં સિટી સર્વેમાંથી નોંધ રદ કરવાનો આદેશ થયો છે, પણ ચર્ચાઈ રહેલી વિગતો મુજબ દસ્તાવેજોની નોંધણી સમયે જવાબદાર અધિકારીએ તમામ સહવારસદારોની ખરાઈ શા માટે ન કરી તેવા સવાલો સાથે સંલગ્ન વિભાગના તત્કાલિન અધિકારીની સંડોવણીની શક્યતા જોવા મળી રહી છે. ગંભીર બેદરકારી કે ભ્રષ્ટાચારના કારણે કરોડોની જમીનના દસ્તાવેજોની નોધણી થઈ ગઈ હોવાની પણ શંકા સેવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial