Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મીશનના પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યોઃ
જામનગર તા. ૮ઃ જામનગરમાં ગઈકાલે કેન્દ્ર સરકારના વી.બી.-જી રામ જી મીશન અંગે વિગતો આપવા માટે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. જેમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પુનમબેન માડમ, જામનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરી, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી ઉપસ્થિત રહ્યા હતા.
આ વેળાએ સાંસદ પૂનમબેને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૧ વર્ષના કાર્યકાળમાં લોકહિતને કેન્દ્રસ્થાને રાખીને નિર્ણયો લેવાયા છે. તે જ રીતે ગરીબ તેમજ વંચિત અને સમાજના છેવાડાના વ્યક્તિના વિકાસને મુખ્ય ધારામાં લાવવા માટે આ યોજનામાં વધુ રોજગારી, વધુ આવક આપવામાં આવશે.
કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી એક દાયકામાં રપ કરોડથી વધુ દેશવાસીઓ ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. તે રીતે આ યોજના રોજગારી, આવકની સાથે આર્થિક સુરક્ષા પણ આપશે. પહેલા મનરેગા યોજનામાં ૧૦૦ દિવસ કામ મળતું હતું ત્યારે હવે વી.બી. જી રામ જી યોજનામાં ૧૨૫ દિવસ કામની ગેરંટી મળશે. તેની સાથે ખેડૂતો જ્યારે વાવણી કે કાપણીની કાગમીરીમાં વ્યસ્ત હશે ત્યારે ૬૦ દિવસ સુધી યોજનાનું કામ રોકવાની જોગવાઈ કરવામાં આવી છે. તેના કારણે ખેતીની સિઝનમાં ૧૨૫ દિવસ અને ૬૦ દિવસ મળી ૧૮૫ દિવસ રોજગારી મળી શકશે.
આ યોજનામાં જળસુરક્ષા, ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામેનું રક્ષણ રાખવામાં આવ્યું છે. યોજનાના સુચારૃ અમલ માટે બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન, જીયોટેગીંગ, રીયલ ટાઈમ ડેસબોર્ડ દ્વારા પારદર્શિકા રાખવામાં આવશે. વેતનની ચૂકવણી સમયસર થાય તે માટે વિલંબ અંગે વળતરની પણ જોગવાઈ કરવામાં આવી છે. આમ વિકસિત ભારત જી રામ જી યોજના શ્રમનું સન્માન છે.
આ યોજના ગામડા અને ગરીબોને સશક્ત કરવામાં યોગદાન આપશે. આઝાદીના શતાબ્દી વર્ષ-૨૦૪૭માં પ્રત્યેક ક્ષેત્રમાં વિશ્વસ્તરે ભારતની અગ્રેસરતા માટે વડાપ્રધાન દુરંદેશીતા સાથે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. મનરેગા યોજના વર્ષ ૨૦૦૫માં શરૃ થઈ હતી પરંતુ ત્યારથી આજનું ગ્રામીણ ભારત ઘણું બધું બદલાઈ ચૂક્યું છે. વર્ષ ૨૦૧૧-૧૨માં ગ્રામીણ ગરીબીનું પ્રમાણ ૨પ.૭ ટકા હતું તે ગયા વર્ષમાં ઘટીને ૪.૮૬ ટકા થઈ ગયું છે. મનરેગા યોજનામાં ૧પ દિવસે વેતન ચૂકવાતું હતું. જયાર જી રામ જી યોજનામાં સાપ્તાહિક વેતન ચૂકવાશે. પારદર્શિતા વધવાના કારણે નકલી લાભાર્થીઓ તેનો લાભ નહીં મેળવી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial