Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસજીએફઆઈની અંડર-૧૯ સાયકલીંગ સ્પર્ધાઓમાં
જામનગર તા. ૮ઃ તાજેતરમાં રાજય સરકાર દ્વારા સુરતમાં યોજાયેલ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસ.જી.એફ.આઈ.)ની અન્ડર ૧૯ સ્પર્ધામાં દ્વારકા તાલુકાના મીઠાપુરસ્થિત ડી.એ.વી. શાળાના ધોરણ-૧૨ નો વિદ્યાર્થી ડેથા અકદાસ બબ્બે સ્પર્ધામાં મેડલીસ્ટ બન્યો હતો. એસ.જી.એફ. આઈ. આયોજિત રોડ ટ્રેક સાઈકલ સ્પર્ધામાં સમગ્ર રાજયમાં પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ તેમજ રોડ સાઈકલ સ્પર્ધામાં સમગ્ર રાજયમાં દ્વિતીય ક્રમે રહી સિલ્વર મેડલ હાંસિલ કર્યો હતો. રાજયકક્ષાની સાઈકલીંગ સ્પર્ધામાં એક સાથે બબ્બે મેડલની સિદ્ધિ હાંસિલ કરી ડેથા અકદાસે ડીએવી શાળા તેમજ સમગ્ર દ્વારકા ક્ષેત્રનું ગૌરવ રાજયકક્ષાએ વધાર્યુ છે. તેમની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર તેમજ સમગ્ર પંથકમાંથી અભિનંદન પાઠવવામાં આવી રહયા છે. ડેથા અકદાસ આવનારા સમયમાં ઓલ ઈન્ડિયા નેશનલ ગેઈમ્સમાં સાઈકલીંગ સ્પર્ધામાં ભાગ લેવા જનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial