Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના સેવકભરૃડિયાના ખેતરમાંથી ઝડપાઈ ઘોડીપાસાની ક્લબઃ ૨૪ શખ્સ જુગાર રમતા ઝડપાયા

રોકડ, બે મોટર, દસ મોબાઈલ સહિત રૃપિયા પોણા સોળ લાખનો મુદ્દામાલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮ઃ લાલપુરના સેવકભરૃડીયા ગામની સીમમાં એક ખેતરમાં બે શખ્સ સંચાલિત ઘોડીપાસાની કલબ પર એલસીબીએ દરોડો પાડી ર૪ શખ્સને જુગાર રમતા પકડી પાડ્યા છે. પટમાંથી રોકડ, બે મોટર, દસ મોબાઈલ મળી કુલ રૃા.૧૫ લાખ ૭૮ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કલબના સંચાલક સહિત બેની શોધખોળ કરાઈ રહી છે.

લાલ૫ુર તાલુકાના સેવક ભરૃડીયાની સીમમાં એક ખેતરમાં ઘોડીપાસાની કલબ ધમધમતી હોવાની બાતમી એલસીબીના સુમિત શિયાર, ભયપાલસિંહ, ક્રિપાલસિંહ, અજય વિરડાને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, એમ.વી. ભાટીયાના વડપણ હેઠળ આજે વહેલી સવારે એલસીબીના સ્ટાફે દોસમામદ જુમા ખીરા નામના મસીતિયાના શખ્સ તથા નાગેશ્વર કોલોનીવાળા કિશન મનસુખભાઈ મકવાણા દ્વારા સેવક ભરૃડીયાની સીમમાં ખેતરમાં ચલાવાતી કલબ પર દરોડો પાડ્યો હતો.

આ શખ્સોને નાલ આપી ત્યાં ઘોડીના પાસા ફેંકી જુગાર રમતા અનવરમિંયા આમદમિંયા શાહમદાર, રઈશ સલીમ ખુરેશી, ગિરીશ છમનમલ રાજાણી, ઈલિયાશ ઈકબાલ ધ્રોલીયા, દિનેશ રમણીકભાઈ લખીયર ઉર્ફે ટકો, ફિરોઝ હુસેન ખફી ઉર્ફે પપ્પુ, કલ્પેશ બાલમુકુંદ પંડયા, અસરફ મામદ ખફી ઉર્ફે ટીપો, હનીફ ઈસ્માઈલ હમીરાણી, અહેમદ કાસમ હાલાણી, રવજી નારણભાઈ વાઘોણા, ઈમરાન અબુ પતાણી ઉર્ફે ઈભુડો, જાવિદ ઈબ્રાહીમ ખફી, મહંમદ બોદુ ખીરા ઉર્ફે કારો, જયમીન મુકેશભાઈ નરેલા, અબ્દુલ યુસુફ ખફી, જયેશ હરદાસ માંગલીયા, ચેતન રણછોડભાઈ રાઠોડ, બકુલ હેમંતભાઈ કાપડી, ભાવેશ દિનેશભાઈ સામાણી, લક્ષ્મણ ઈશ્વરલાલ થારવાણી, નવાઝ મુસાભાઈ કોટા, સંજય હરદાસ માતકા તથા દોસમામદ જુમા ખીરા નામના ર૪ શખ્સ મળી આવ્યા હતા.

આ કલબનો સંચાલક કિશન મનસુખભાઈ મકવાણા તથા અલ્પેશ ઈબ્રાહીમ અમરેલીયા નામા જુનાગઢના શખ્સની એલસીબી શોધ કરી રહી છે. ત્યાંથી રૃા.૬ લાખ ૧ર હજાર રોકડા, બે ઈકો મોટર, દસ મોબાઈલ મળી કુલ રૃા.૧૫ લાખ ૭૮ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh