Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય પંડયા દ્વારા તાલીમ અપાઈ
જામનગર તા. ૮ઃ ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલ દ્વારા સોયલ ગામે ખેડૂતો માટે જમીન ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂતો પોતાની જાતે જ પોતાની જમીનની ચકાસણી કરે એ માટેની તાલીમ આપવામાં આવી હતી.
જેમાં માટીના નમૂના કઈ રીતે લેવા, પી.એચ. ચકાસણી કઈ રીતે કરવી, સિંચાઇ માટે ઉપયોગમાં લેવાતા પાણીની ટી.ડી.એસ. ચકાસણી કેમ કરવી, વગેરે જેવી ખેતી માટેની મુખ્ય જરૃરિયાતો અંગે ખેડૂતોને વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલના પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય પંડ્યા દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સોયલ ગામના ૫૫ જેટલા ખેડૂતો સામેલ થયા હતા. વધુમાં ખેડૂતો પોતાની જમીનની પ્રાથમિક ચકાસણી માટે વિજ્ઞાન કેન્દ્રનો પણ લાભ લઈ શકે છે, તેમ જણાવવામાં આવ્યું હતું. જે પણ ગામના ખેડૂતો પોતાના ગામમાં આ કાર્યક્રમ યોજવા માટે ઇચ્છુક હોય તેઓ વિજ્ઞાન કેન્દ્ર- ધ્રોલના પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય પંડ્યા (૯૯૭૯૨૪૧૧૦૦) નો સંપર્ક કરી માહિતી મેળવી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial