Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકારના મંત્રીઓને ઉદ્દેશીને લખાયેલો
ખંભાળિયા તા. ૮ઃ ખંભાળિયા નગરપાલિકા અનેક બાબતોમાં હંમેશાં કંઈક ને કંઈક વિવાદોમાં જ રહેતીહોય છે, ત્યારે તાજેતરમાં પાલિકાના વર્તમાન ચીફ ઓફિસરને બદલવા માટે પાલિકાના કારોબારી ચેરમેન સહિતના સદસ્યો દ્વારા જે પત્ર રાજ્યના શહેરી વિકાસ મંત્રીઓને લખાયેલ તેમાં પાલિકાનો લેટરપેડ તથા પાલિકાના જાવક નંબર ચડાવીને નાખ્યાનું બહાર આવતા આ પત્ર સ્ફોટક બન્યો છે, ત્યારે સહી કરાયેલ પૈકી પાંચ સદસ્યોની બનાવટી સહીઓ તેમને જાણ વગર થયાનું બહાર આવતા ભારે ચકચાર જાગી છે.
તા. ૧૭-૧ર-ર૦રપ નોજાવક નં. રેફ. નં. ૧૯૩૩ થી મંત્રી કનુભાઈ દેસાઈ તથા મંત્રી દર્શનાબેન વાઘેલાને લખેલા આ પત્રમાં કારોબારી ચેરમેન સહિત ૧૦ પાલિકાના સદસ્યોની સહીઓ સિક્કાઓ સાથે લખેલા આ પત્રમાં લખાયેલ કે ખંભાળિયા પાલિકાને ક વર્ગમાંથી અ વર્ગમાં કરાયેલ તથા ઘણાં વિસ્તારો પાલિકામાં ભળ્યા છે ત્યારે પાલિકાના ચીફ ઓફિસર તરીકે વર્ગ-૩ ના રાહુલ કરમૂરની નિયુક્તિ થઈ છે, જે નિયમિત રહેતા નથી તથા બીનઅનુભવી હોય, શહેરના વિકાસને માઠી અસર પહોંચી છે.
હાલ ર૮ માંથી ર૬ સદસ્યો ભાજપના પાલિકામાં છે પણ ચીફ ઓફિસરને કારણે કોંગ્રેસ, આપ પાર્ટી જેવા પક્ષોની દખલ પાલિકા વહીવટીમાં થાય છે, અને તાકીદે જો બદલી નહીં થાય તો આગામી પાલિકા ચૂંટણીમાં ભાજપની છબિ ખરડાય તેવી સ્થિતિ થશે, અને ચીફ ઓફિસર તરીકે અગાઉકામ કરી ગયેલ વર્ગ-૧ ના ચેતન ડુડિયાને મૂકવા માંગકરતો પત્ર લખેલ.
પાંચ સદસ્યોની બનાવટી સહીઓ
ખંભાળિયા નગરપાલિકા સદસ્યોના નામથી લખાયેલા આ લેટરમાં ન.પા.ના લેટરપેડમાં ૧૦ સદસ્યોની સહીઓ કરીને મોકલાઈ છે, જેમાં પાલિકા પ્રમુખ કે ઉપપ્રમુખ નથી તથા સદસ્યો પાલિકામાં ર૬ભાજપના છે જેમાંથી ૧૦ ની સહીઓ કરીને મોકલાય પણ તેમાં પણ પાંચ સહીઓ ખોટી છે.
પાલિકા પૂર્વ ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, પૂર્વ કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, પૂર્વ શાસક નેતા દિલીપભાઈ ઘઘડા તથા હંસાબા ભીખુભા જાડેજા સહિત પાંચ સભ્યોએ સહીઓ કરી જ નથી કે આ પત્રની તેમને ખબર નથી, પણ પાલિકા સદસ્યો પૈકી કોઈને વર્તમાન ચીફ ઓફિસર નડતા હોય કે કંઈ ભાગબટાઈમાં વાંધા પડ્યા હોય આવી રીતે પાંચ સદસ્યોની ખોટી સહીઓ કરીને આવો પત્ર તે પણ પાલિકાના લેટર પેડ પર મોકલતા સ્થાનિક પાલિકા રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે તથા આ બાબતે પાલિકાના જે સદસ્યોની ખોટી સહીઓ થઈ છે તેમના દ્વારા પક્ષના સ્થાનિક હોદ્દેદારોને પણ ફરિયાદ કરાઈ છે.
સામાન્ય રીતે ભાજપ શિસ્તબદ્ધ પક્ષ હોય, પાલિકા કક્ષાની રજૂઆતમાં શહેર ભાજપ પ્રમુખ, પ્રભારી, જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય, સાંસદને પણ જાણ કરીને પછી આગળ પત્ર લખાય તેના બદલે સીધો શહેરી વિકાસ મંત્રીને જ લખાયો સ્થાનિકને જાણ જ નથી. આ બાબતે શહેર ભાજપ પરમુખ પણ અજાણ છે.
લેટર પેડનો ઉપયોગ ગેરકાયદે ફરિયાદ થશે
પાલિકાના સદસ્યો તેમની ખોટી સહીઓ કરીને લખેલા આ પત્ર અંગે ફરિયાદ કરવાના છે, તો પાલિકા ચીફ ઓફિસર દ્વારા પણ ખોટી રીતે પાલિકાના લેટરપેડનો ઉપયોગ, નંબરનો ઉપયોગ થયો હોય, આ બાબતે પાલિકા તરફથી પણ ફરિયાદ થનાર છે.
પાલિકામાં ભાજપના ર૮ માંથી ર૬ ની તોતિંગ બહુમતી છે, પણ પાલિકાના સત્તાધારી જુથમાં જ સંકલનના હોય 'પ્રભારી' નામના જ હોય અને પાલિકામાં કંઈ કંટ્રોલ વગરની સ્થિતિ હોય, ર૮ માંથી ર૬ સદસ્યોવાળી આ પાલિકામાં આવી ભવાઈ જેવી સ્થિતિ ભારે ચર્ચાસ્પદ બની છે, તો કોંગ્રેસ-આપ પક્ષ જેવા ગેલમાં આવી તમાશો નિહાળી રહ્યા છે. શિસ્તબદ્ધ પક્ષની શિસ્તના લીરા ઊડાડવા જેવી ઘટના ચર્ચાસ્પદ બની છે અને ટૂંક સમયમાં નવાજુની થાય તેવા એંધાણ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial