Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોરોના મહામારીના કારણે વિલંબ થયા પછી ડિજિટલ સિસ્ટમ તૈયાર કરવામાં ટાઈમ લાગ્યો
નવી દિલ્હી તા. ૮ઃ ભારતમાં ૧ એપ્રિલ, ૨૦૨૬થી પહેલીવાર ડિજિટલી વસતી ગણતરી શરૃ થશે આ માટેનુ નોટિફિકેશન જાહેર થયું છે.
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે બુધવારે ઐતિહાસિક 'વસ્તી ગણતરી ૨૦૨૭'ના પ્રથમ તબક્કા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. આ વસતી ગણતરી ભારતની પ્રથમ સંપૂર્ણપણે ડિજિટલ વસતી ગણતરી હશે, જેની પ્રક્રિયા ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ વચ્ચે હાથ ધરવામાં આવશે.
અગાઉ વર્ષ ૨૦૨૧માં થનારી આ દાયકાની ગણતરી કોરોના રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે રૃ. ૧૧,૭૧૮.૨ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. વસ્તી ગણતરીની આ પ્રક્રિયા બે મુખ્ય ભાગમાં વહેંચાયેલી હશે. પ્રથમ તબક્કામાં 'હાઉસ લિસ્ટિંગ' અને મકાનોની ગણતરી એટલે કે મકાનોની વિગતો, વીજળી, પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો ડેટા લેવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં દરેક વ્યક્તિની ઉંમર, શિક્ષણ, ધર્મ, વ્યવસાય અને જ્ઞાતિની વિગતો નોંધવામાં આવશે.
આ વખતે સરકાર દ્વારા નાગરિકોને 'સેલ્ફ-એન્યુમરેશન'(પોતાની વિગતો જાતે ભરવી)નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. દરેક રાજ્યમાં હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા શરૃ થાય તેના ૧૫ દિવસ પહેલા જનતા ઓનલાઇન પોર્ટલ અથવા મોબાઈલ એપ દ્વારા પોતાની વિગતો જાતે ભરી શકશે. ત્યારબાદના ૩૦ દિવસમાં સરકારી કર્મચારીઓ ઘરે-ઘરે જઈને બાકીની વિગતો નોંધશે.
આ વખતે રજિસ્ટર કે ફાઇલોના બદલે મોબાઈલ એપ અને ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવશે. ડિજિટલ વસ્તી ગણતરીના કારણે ડેટામાં ભૂલોની શક્યતા ઘટશે અને તે સીધો સર્વર પર અપલોડ થવાથી આંકડાઓ ઝડપથી જાહેર કરી શકાશે. સરકાર લોકોને પોતાની વિગતો જાતે ઓનલાઇન ભરવા માટે 'સેલ્ફ-એન્યુમરેશન'નો વિકલ્પ પણ આપી શકે છે. ડેટા સુરક્ષા અને ગોપનીયતા જાળવવી એ સરકાર માટે મોટો પડકાર છે, જેના માટે કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ભારતમાં છેલ્લે ૧૯૩૧માં જ્ઞાતિ આધારિત વિગતો એકત્ર કરવામાં આવી હતી. આટલા વર્ષો પછી આ વખતે વસ્તી ગણતરીના ફોર્મમાં જ્ઞાતિની ઓળખ પણ નોંધવામાં આવશે, જે સામાજિક નીતિઓ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. સરકાર આ વખતે 'સેન્સસ-એઝ-એ-સર્વિસ '(સીએમએમએસ) મોડલ અપનાવી રહી છે, જેનાથી વિવિધ મંત્રાલયોને નીતિ-નિર્માણ માટે જરૃરી ડેટા એક ક્લિક પર મશીન-રીડેબલ ફોર્મેટમાં મળી રહેશે. સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે 'સેન્સસ મેનેજમેન્ટ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ' પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે ડેટાની સુરક્ષાની સાથે પારદર્શિતા પણ સુનિશ્ચિત કરશે.
નિયમ મુજબ આ વસ્તી ગણતરી વર્ષ ૨૦૨૧માં થવાની હતી, પરંતુ કોરોના મહામારી અને ત્યારબાદ ડિજિટલ સિસ્ટમ તૈયાર કરવામાં સમય લાગતા હવે તે ૨૦૨૬માં શરૃ થઈ રહી છે. આ વસ્તી ગણતરી માત્ર આંકડાઓની રમત નથી, પરંતુ તે આવનારા દાયકાઓ માટે ભારતનું નવું સામાજિક અને આર્થિક માળખું નક્કી કરનારો પાયો સાબિત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial