Advertisement
Author: નોબત સમાચાર

રાહત-બચાવની કામગીરી અંગે એનડીઆરએફ દ્વારા જામનગરના બેડ-શાપરમાં જિવંત નિદર્શન

પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી કટોકટીની સ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામનગર તા.૮ઃ જામનગરના બેડ અને શાપરમાં એનડીઆરએફ દ્વારા આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા ગ્રામજનો અને વિદ્યાર્થીઓને સઘન તાલીમ અપાઈ હતી. કટોકટીની સ્થિતિમાં બચાવ કામગીરી કેવી રીતે કરવી તેનંુ જીવંત નિદર્શન યોજી આપત્તિ વ્યવસ્થાપન માટે વપરાતા સાધનોની ઓળખ અને તેના કાર્ય વિશે સમજ અપાઈ હતી.

ભારત સરકારની આપત્તિ વ્યવસ્થાપન પાંખ એનડીઆરએફ દ્વારા જામનગર જિલ્લાના બેડ અને શાપર ગામમાં વિશેષ તાલીમ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સમયે જાન-માલનું નુકસાન ઘટાડવા અને ત્વરિત પ્રતિસાદ આપવા માટે ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓને આધુનિક પદ્ધતિઓ દ્વારા સજ્જ કરવામાં આવ્યા હતા.

તાલીમ દરમિયાન એનડીઆરએફના નિષ્ણાત જવાનો દ્વારા પૂર, વાવાઝોડું, ભૂકંપ અને આગ જેવી કટોકટીની સ્થિતિમાં બચાવ કામગીરી કેવી રીતે કરવી તેનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક જીવનરક્ષક સારવાર આપવા માટેની સીપીઆર ટેકનિક અને પ્રાથમિક સારવાર અંગે પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, પૂર જેવી સ્થિતિમાં ઘરમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓ જેમ કે ખાલી પ્લાસ્ટિકની બોટલો, કેન અને લાકડાના ઉપયોગથી કામચલાઉ તરતા સાધનો બનાવી કઈ રીતે જીવ બચાવી શકાય તે અંગે પણ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.

બેડ અને શાપર ગામની શાળાઓના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન માટે વપરાતા અત્યાધુનિક સાધનોની ઓળખ કરાવી તેના કાર્ય વિશે સમજાવવામાં આવ્યું હતું. એનડીઆરએફની ટીમે જણાવ્યું હતું કે, કોઈ પણ આપત્તિના સમયે સ્થાનિક લોકો 'ફર્સ્ટ રિસ્પોન્ડર' એટલે કે પ્રથમ સહાયક હોય છે, તેથી જો ગ્રામીણ સ્તરે આવી તાલીમ મળેલી હોય તો મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય છે. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, શિક્ષકો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા અને એનડીઆરએફની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh