Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વોર્ડ નં. ૬ ના વિસ્તારોની સુવિધાઓ અંગે તાકીદ
જામનગર તા. ૨: કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી, અને કોર્પોરેશન, જાડા, જિલ્લા પંચાયત, એસટી વિભાગ, માર્ગ અને મકાન વિભાગના પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનો ઉકેલ લાવવા મંત્રીએ તાકીદ કરી હતી.
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી તેઓને આવેલી રજુઆતો અને નાગરિકોને લગત પ્રશ્નો અંગે ચર્ચા કરી લોકોની સમસ્યાઓનું સુખદ નિરાકરણ આવે તે દિશામાં કામગીરી કરવા માટે અધિકારીશ્રીઓ સાથે જરુરી ચર્ચા કરી પરામર્શ કર્યો હતો.
મહાનગર પાલિકાના પ્રશ્નો જેમાં વોર્ડ નં.૬ના તિરુપતિ-૧, પુષ્પક પાર્ક સોસાયટીમાં સી.સી. રોડનું કામ, સ્ટ્રીટ લાઇટ અને પાણીની સપ્લાય અંગે તેમજ મહાદેવના મંદિર પાસે સીટી બસનો સ્ટોપ આપવો, આંગણવાડીનું કામ, વોર્ડ નં.૪મા ભૂગર્ભ ગટરનું અને વોર્ડ નં.૧મા પાણીની પાઇપલાઇનનું કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું.
જાડાના મંજૂર થયેલા કામો, નાઘેડી, ખીમલિયા, આવાસના કામોના હપ્તા આપવા અંગે, નાઘેડીથી મેઈન હાઇવે સુધીનો રસ્તો બનાવવા અંગે, દરેડ ગામે માધ્યમિક સ્કૂલને જોડતા સીસી રોડનું કામ કરવા અંગેના પ્રશ્નોની ચર્ચા કરી જરુરી કાર્યવાહી કરવા મંત્રીએ જાડાના અધિકારીઓને જણાવ્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રશ્નો જેમાં નવા નાગના તથા જુના નાગના વચ્ચે બ્રિજના કામનું તથા ખોજા બેરાજા ગામના બ્રિજનું સ્ટેટ્સ, ખારવા -બેરાજા - ઈટાળા રોડ રીકાર્પેટ કરાવવો, બાલાચડી, નાની બાણુગાર ગામે રસ્તાના કામો, આંગણવાડીના કામો, લોકોના વેરા પહોચ અંગેના પ્રશ્નો, વોર્ડ નં.૬મા ગોવર્ધન ગ્રીન સોસાયટીમા , વોર્ડ નં.૭મા પીવાના પાણી અંગેની રજૂઆતોનો નિકાલ લાવવો જેવા મુદ્દાઓ પર લગત અધિકારીઓ સાથે ચર્ચા કરી કામો ઝડપથી ૫ૂરા કરવા જણાવ્યું હતું.
એસટી વિભાગના પ્રશ્નો જેમાં જોડિયામાં તાલુકા સ્તરનું બસ સ્ટેશન બનાવવા અંગેના કામનું સ્ટેટસ, મોટી ખાવડી ગામે બસ સ્ટોપ આપવા, કલેક્ટરની કચેરીને લગતા પ્રશ્નો જેમાં બાકી બિલોનું ચુકવણું તેમજ જામનગરમાં નવું એસટી બસ સ્ટેન્ડ મંજૂર થયેલ હોય વૈકલ્પિક જગ્યા નક્કી કરવા, માર્ગ અને મકાન વિભાગને લગત પ્રશ્નોમાં લાલપુર બાયપાસથી સમાણા રોડ, આલિયા થી કાલાવડ રોડ, કનસુમરાથી મસીતિયા રોડ, જાયવાથી ભેંસદડના રોડનાં કામો ત્વરીત પૂરા કરવા અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૃરી સૂચનાઓ આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, કમિશનર ડી.એન.મોદી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ઝાલા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે.બી.છૈયા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ના વિજય ગોસ્વામી,વિવિધ વિભાગના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial