Advertisement
Author: નોબત સમાચાર

લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુન્હો નોંધાયા પછી આરોપીના આગોતરા અરજી મંજૂર

ખંભાળિયામાં ભાડે અપાયેલી દુકાનનો મામલોઃ

ખંભાળિયા તા. રઃ ખંભાળિયાના એક આસામી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ થયા પછી આ આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.

ખંભાળિયાના પ્રેમજીભાઈ ધનજીભાઈ નકુમના પિતાએ હાલમાં અંદાજે રૂ.૩૦ લાખની કિંમત ધરાવતી એક દુકાન વર્ષાે પહેલાં અશ્વિન બાબુભાઈ બારાઈના પિતાને ભાડેથી આપી હતી.

તે દુકાન ભાડે રાખ્યા પછી બાબુભાઈ અવસાન પામ્યા હતા. તેથી દુકાનનો કબજો અશ્વિન બારાઈ પાસે છે અને આ આસામીએ છેલ્લા પચ્ચીસ વર્ષથી ભાડુ આપવાનું પણ બંધ કરી દેતાં પ્રેમજીભાઈએ પોતાની દુકાન ખાલી કરી આપવા જણાવ્યું હતું. તેમ છતાં અશ્વિન બારાઈ દુકાન ખાલી કરતા ન હોવાથી જિલ્લા કલેકટર સમક્ષ જમીન પચાવી પાડવાના કાયદા હેઠળ પ્રેમજીભાઈએ અરજી કરી હતી. તે અરજીની તપાસ સમિતિએ કર્યા પછી ગુન્હો નોંધાવવા સૂચના અપાઈ હતી.

તે સૂચનાના પગલે પ્રેમજીભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હામાં આગોતરા જામીન મેળવવા આરોપી અશ્વિન બાબુભાઈ બારાઈએ અરજી કરતા અદાલતે વકીલ ચંદ્રમૌલી જોષીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને આગોતરા જામીન આપ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh