Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોકુલનગર સાંઢીયા પુલ પાસેથી બે બોટલ ઝડપાઈઃ
જામનગર તા. રઃ ભાણવડના વેરાડ ગામમાં એક મકાનમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી અંગ્રેજી શરાબની ૨૧૬ બોટલ પકડી પાડી છે. તે જથ્થા સાથે ઝડપાયેલા આરોપીએ સપ્લાયરનું નામ આપ્યું છે. નગરના ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસેથી એક શખ્સ દારૃની બે બોટલ સાથે મળી આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામ સ્થિત એક મકાનમાં દારૃનો જથ્થો પડયો હોવાની બાતમી પરથી ગઈકાલે સ્થાનિક પોલીસે વેરાડમાં હિતેન્દ્રસિંહ ગુમાનસિંહ સોઢા ઉર્ફે લાલભા નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.
તે મકાનની તલાશી લેવાતા ત્યાંથી વેચાણ માટે રાખવામાં આવેલી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૧૬ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા મોબાઈલ મળી રૂ.૮૯૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. ઝડપાયેલા આરોપી હિતેન્દ્રસિંહે તે જથ્થો જામજોધપુરના સોનવડીયા ગામના રાજુ પોલાભાઈ કોડિયાતરે આપ્યો હોવાની કબૂલાત આપી છે.
જામનગરના ગોકુલનગર નજીકના સાંઢીયા પુલ પાસેથી જઈ રહેલા મનસુખભાઈ ઉકાભાઈ નામના શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા તેના કબજામાંથી દારૃની બે બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ ઝબ્બે લઈ મનસુખની પૂછપરછ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial