Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંગળવાર બન્યો મંગળમયઃ પ્રારંભે જ ઉછાળોઃ
મુંબઈ તા. રઃ આજે શેરબજાર ખૂલતા જ તેજી જોવા મળી હતી અને છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે શેરબજાર સર્વોચ્ચ શિખરે પહોંચ્યું હતું. સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ જણાયા હતાં.
ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ મંગળમય સાબિત થતો દેખાઈ રહ્યો છે. શેરબજારની નવા ઐતિહાસિક શિખર પર શરૃઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી બન્ને નવા રેકોર્ડ હાઈ બનાવ્યો છે. બીએસઈનો સેન્સેક્સ ૩૬૪.૧૮ પોઈન્ટ એટલે કે ૦.૪૬ ટકાની ઊંચાઈ સાથે ૭૯,૮૪૦.૩૭ પર ખૂલ્યો છે. એનએસઈનો નિફ્ટી ૮૬.૮૦ પોઈન્ટ ૦.૩૬ ટકાના વધારા સાથે ર૪,રર૮.૭પ ના લેવલ પર છે.
શેર માર્કેટમાં મંગળવારે કારોબાર શરૃ થતા જ બીએસઈનો સેન્સેક્સ ર૧૧.૩૦ પોઈન્ટ એટલે કે ૦.ર૭ ટકા વધીને ૭૯,૬૮૭.૪૯ પર ઓપન થયો હતો, તો બીજી તરફ નિફ્ટી ઓપનિંગ સાથે જ ૬૦.ર૦ પોઈન્ટ એટલે ૦.રપ ટકા વધીને ર૪,ર૦ર.ર૦ નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયો હતો.
બજાર ખૂલતાની સાથે જ ૧૯૩૫ શેરોમાં તેજી જોવા મળી છે. પ૩૬ શેરોમાં ઘટાડો નોંધાયો છે અને ૯૭ શેરોમાં કોઈ ફેરફાર થયો નથી. શરૃઆતી કારોબાર દરમિયાન આયશર મોટર્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી અને હીરો મોટોકોર્પ નિફ્ટી પર સૌથી વધારા સાથે કારોબાર કરી રહ્યા હતાં, તો બીજી તરફ બજાજ ઓટો, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, ટાટા મોટર્સ અને અદાણી એન્ટરપ્રાઈઝમાં ઘટાડો જોવા મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial