Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૭ જિલ્લામાં યલો એલર્ટઃ ભાદર-ર ડેમ છલકાયોઃ મોરબીના ર૧ ગામ તથા ઘેડના ૧૯ ગામ એલર્ટ પર
અમદાવાદ તા. રઃ રાજ્યના ર૧૭ તાલુકામાં મેઘવૃષ્ટિ થઈ છે. જેમાં સર્વાધિક જૂનાગઢના વંથલીમાં ૧૪ ઈંચ વરસાદ નોંધાયો છે. કેટલાક ગામોને સતર્ક રખાયા છે, જ્યારે ૧૭ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે.
સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં રાજ્યના ૩૩ જિલ્લાના ર૧૭ તાલુકામાં વરસાદ આવ્યો છે, તેમાં સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં સાડા ૧૪ ઈંચ વરસાદ ખાબક્યો છે, તેમજ અત્યાર સુધી સિઝનનો ૧૭.૮પ ટકા વરસાદ થયો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ર૮.૮ર ટકા વરસાદ આવ્યો છે. તેમાં સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૭.૧૬ ટકા વરસાદ પડ્યો છે.
સતત બીજા દિવસે ધનસુરમાં ધોધમાર વરસાદ આવ્યો છે, જેમાં ધનસુરા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. મંગળવારે સવારે ૬ વાગ્યા સુધી નોંધાયેલા વરસાદ મુજબ ધનસુરામાં સૌથી વધારે ર૭ મી.મી. જેટલો વરસાદ વરસ્યો હતો, જ્યારે ભિલોડમાં રપ મી.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. અગાઉના દિવસે પણ ભિલોડમાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આમ ભિલોડમાં સાત બીજા દિવસે સારો વરસાદ નોંધાયો હતો. જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેર અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસામાં ર૧ મી.મી. વરસાદ નોંધાયો હતો. રવિવારે આસપાસના તાલુકાઓમાં વરસાદ ધોધમાર હતો, પરંતુ મોડાસામાં હળવો વરસાદ રહ્યો હતો.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે છેલ્લા ર૪ કલાકમાં ર૧૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢના વંથલીમાં સૌથી વધુ ૧૪.૪, ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વિસાવદરમાં ૧૩.૪, ઈંચ, જૂનાગઢમાં તાલુકા અને શહેરમાં ૧૧ ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, નવસારી, જૂનાગઢના માણાવદર, ખંભાળિયા, બારડોલી, કેશોદમાં ૮ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. કચ્છમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે ૭ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને ૧૭ જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ૮ જિલ્લામાં રેડએલર્ટ અપાયું છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે આજે પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની જીવાદોર સમાન ભાદર-ર ડેમ છલકાયો છે. પોરબંદરના ઘેડ પંથકના ૧૭ ગામો હાઈએલર્ટ પર રખાયા છે, અને મોરબીના ર૧ ગામોને એલર્ટ કરાયા છે. મચ્છુ-૩ ડેમનો એક દરવાજો વધુ એક ફૂટ ખોલાતા અત્યાર સુધીમાં બે ફૂટ દરવાજો ખોલીને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial