Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી વિરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા પ્રવર્તમાન સમયમાં દિકરીઓ માટે અત્યંત જરૃરી સેલ્ફ ડિફેન્સ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું આયોજન સીતારામ હાઉસ બેન્કવેટ હોલમાં યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત અતિથિઓ અને ફાઉન્ડેશનના હોદ્દેદારો દ્વારા દિપ પ્રાગટય સમૂહ પ્રાર્થના કરવામાં આવેલ હતું. સંસ્થાના પ્રમુખ ભરત કાનાબાર તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને વૃક્ષો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શિબિર ભરત કાનાબારના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન કૃપા લાલ દ્વારા કમિટી મેમ્બર વિરાજ કાનાબાર અલ્કાબેન વિઠ્ઠલાણી નિર્મલ કારીયા, વિધી લુક્કા સહિતના ટીમ વર્કથી સફળ બનાવવામાં આવી હતી. શહેરના વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાને રહેલ બહેનો દ્વારા ઉપસ્થિત દિકરીઓને આવશ્યક અને ઉપયોગી માહિતી આપી અને સેલ્ફ ડિફેન્સની ટ્રેનીંગ આપવામાં આવી હતી. આ શિબિર માટે સીતારામ હાઉસના માલિક દ્વારા એ.સી. હોલ, પ્રોજેક્ટર, સ્ક્રીન નિઃશુલ્ક આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં જીલ્લા માહિતી કચેરીના સિનીયર સબ-એડીટર પારૃલ કાનગડ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસીયા, જીલ્લા હોમગાર્ડ કમાંડર ગિરીશભાઈ સરવૈયા, મહિલા અને બાળ કલ્યાણ કચેરીના જીલ્લા કો-ઓર્ડીનેટર અલ્પા રાઠોડ, વિરબાઈ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રોફેસર પ્રવિણભાઈ પોપટ, પુજાબેન પોપટ, વિશ્વ હિન્દુ પરીષદના સુબ્રમણ્યમ પીલ્લે, વિજયભાઈ બાબરીયા, રાષ્ટ્ર સેવિકા સૌ. પ્રાંત સહ બૌધ્ધિક પ્રમુખ, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ નારી આયામ તેમજ મહિલા સમન્વય જામનગર વિભાય સંયોજીકા પ્રતિક્ષાબેન ભટ્ટ, અસ્મિતાબેન ઝાલા રાષ્ટ્ર સેવિકા સમિતિ નગર કાર્યવાહિકા સહિતના અતિથિતીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમના અંતે પ્રાર્થના તેમજ રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું અને આભાર દર્શન પ્રોજેક્ટ ચેરમેન કૃપા લાલ દ્વારા કરવામાં આવલ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial