Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્કૂલોની દાદાગીરી સામે વિદ્યાર્થીઓને મદદરૃપ થવા
જામનગર તા. રઃ જામનગર નવાગામ ઘેડના શ્રી તળપદા કોળી સમાજ નવાગામ ઘેડ દ્વારા છેલ્લા પ વર્ષથી વિદ્યાર્થીઓને ફ્રી નોટબુક (ચોપડા) વિતરણ કરવામાં આવે છે. હાલની કાળજાળ મોંઘવારી અને માજા મૂકતી સ્કૂલોની દાદાગીરી અને મનમાની ધ્યાને લઈ ખરેખર સમાજના જે બાળકો આગળ ભણવા માગે છે અને જીવનમાં કંઈક કરી બનવા માગે છે, પરંતુ કારમી ગરીબી, બેરોજગારી, આર્થિક નબળાઈના કારણે શિક્ષણની પ્રાથમિક જરૃરિયાત એવી નોટબુકઓ ખરીદી નથી શકતા, શિક્ષણના લાભ મેળવી શકતા નથી.
આ વર્ષે પણ જામનગર નવાગામ ઘેડ તળપદા કોળી સમાજ દ્વારા સમાજના ધોરણ બાલમંદિરથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને આશરે પપ૦ ફ્રી નોટબુક તા. ર૩-૬-ર૦ર૪ને રવિવારના વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોળી સમાજ નવાગામ ઘેડના ઉપપ્રમુખ રામજીભાઈ બારૈયા, ખજાનચી રામજીભાઈ ઝંઝુવાડિયા, કોટવાર રાજેશભાઈ મેરાણી, જામનગર જિલ્લા કોળી સેના પ્રમુખ જીતેશભાઈ શીંગાળા (કોર્પોરેટર), અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મહામંત્રી સુભાષભાઈ બી. ગુજરાતી, જામનગર જિલ્લા કોળી સમાજ પ્રમુખ રવજીભાઈ ગોહિલ, મહાકાળી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મનસુખભાઈ મકવાણા, રણજીતભાઈ ગુજરાતી, નરેન્દ્રભાઈ રાઠોડ, કાનજીભાઈ ગુજરાતી, ભરતભાઈ ડાભી, રમેશભાઈ ગુજરાતી, સોમાભાઈ ગુજરાતી, વેલજીભાઈ રાઠોડ, નવાગામ ઘેડ કોળી સમાજના રાજેશભાઈ રાઠોડ, પ્રવિણભાઈ મકવાણા, રણજીતભાઈ ડાભી, કાન્તિભાઈ કંટારિયા, મોહનભાઈ મકવાણા, રાઘવભાઈ વાઘેલા, રાજેશભાઈ ગોહિલ, બાબુલાલ ડાભી, ડાયાલાલ બારૈયા, પ્રવિણભાઈ ડાભી, અશોકભાઈ ભીખુભાઈ, બાબાભાઈ રાઠોડ, ચમનભાઈ ડાભી, પરસોત્તમભાઈ બારૈયા, પરસોત્તમભાઈ ડાભી, સહદેવ ડાભી, મનસુખ ગુજરાતી, જોન્ટી ડાભી, રાજેશ રાઠોડ, સંજય ડાભી, ભૂરો રાઠોડ, સવજી ડાભી વગેરે હાજર રહ્યા હતાં તેમ સમાજના ઉપપ્રમુખ રામજીભાઈ બારૈયાએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial