Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા
ખંભાળિયા તા. રઃ ગુજરાત સરકાર દ્વારા શાળા અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત રાજ્યમાં ૧૦૦ ટકા નામાંકનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શાળામાં પ્રવેશપાત્ર બાળકોને એક સાથે જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણીની સાથે સાથે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિતેષ ભંડેરીની રાહબરીમાં બાળકોના આરોગ્યની પણ તકેદારી રાખવામાં આવી રહી છે જે અંતર્ગત આર.બી.એસ.કે. (રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ) ટીમ દ્વારા બાળકોના હિમોગ્લોબીન ટેસ્ટ ટીડી (ટેટનસ અને ડિપ્થેરિયા) રસિકરણ, ૪ડી સ્ક્રીનીંગ (જન્મથી ખામી, રોગ, ઉણપની સમસ્યાઓ, વિકાસમાં વિલંબ માટે ચકાસણી) સહિતની આરોગ્યલક્ષી પ્રવૃત્તિ કરવામાં આવી છે.
આરબીએસએક્સ એમએચટી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ૪૧૦ બાળકોનો હિમોગ્લોબીન ટેસ્ટ, ૩ર૮ બાળકોનું ટીડી વેક્સિનેશન, ૧૦૬૮ બાળકોનું એન્થ્રોપોમેટ્રી તેમજ ૪ડી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરબીએસકે ટીમ દ્વારા આરોગ્ય સ્વચ્છતાનું મહત્ત્વ, આભા આઈડી, આરોગ્ય સેવાઓ અંગે, માસિક સ્ત્રાવની સ્વચ્છતા, એનિમિયાના લક્ષણો, કારણ અને સારવારનું તેમજ ટીડી રસીકરણ અને ટીડી રસીના મહત્ત્વ અંગે વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial