Advertisement
Author: નોબત સમાચાર

રાહુલ ગાંધીએ આપેલી સ્પીચના કેટલાક શબ્દો સંસદના રેકોર્ડમાંથી હટાવાયા

ગઈકાલે લોકસભામાં પ્રવચન દરમિયાન

નવી દિલ્હી તા. રઃ ગઈકાલે એલઓપી તરીકે સંસદમાં રાહુલના ભાષણ પર કાતર ચાલી છે, અને કેટલાક વાંધાજનક શબ્દો હટાવી દેવાયા છે.

ગઈકાલે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે લગભગ ૯૦ મિનિટ સુધી વાત કરી હતી. ચર્ચા દરમિયાન તેની સ્ટાઈલ ઘણી અલગ જોવા મળી હતી. સરકાર પર આક્રમક જોવા મળ્યા હતાં.

ભાજપે પણ વળતો પ્રહાર કર્યો અને રાહુલ ગાંધીના કેટલાક નિવેદનો સામે વાંધો વ્યક્ત કર્યો. તેઓ ગૃહને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

રાહુલ ગાંધીએ હિંદુ ધર્મ, અગ્નિવીર સહિત ર૦ મુદ્દાઓ પર વાત કરી. ભાષણ દરમિયાન વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. દરમિયાન લોકસભામાં આપેલા ભાષણમાંથી રાહુલ ગાંધીના કેટલાક નિવેદનોને રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

આમાં ઉદ્યોગપતિઓ અદાણી, અંબાણી જેવા નિવેદનોનો સમાવેશ થાય છે. સમગ્ર પરીક્ષા કોટામાં કેન્દ્રિય છે અને તેનો અર્થ ધનિકોને ફાયદો કરાવવા માટે છે. રાહુલ ગાંધીનું નિવેદન જેમાં તેમણે ભાજપ પર લઘુમતીઓ સાથે અન્યાયી વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. તેને પણ લોકસભાની ચર્ચામાંથી હટાવી દેવામાં આવ્યો છે.

આ સિવાય આ અગ્નિવીર સેનાની નહીં પણ પીએમઓની યોજના છે અને પોતાને હિન્દુ કહેનારા હિંસા કરે છે તે નિવેદન પણ રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યું છે. રાહુલ ગાંધી સરકારને ઘેરવા માટે ભગવાન શિવ, ગુરુ નાનક અને જીસસ ક્રાઈસ્ટની તસ્વીરો લઈને આવ્યા હતાં. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસ્વીર બતાવી અને કહ્યું કે ભગવાન શિવ ન તો કોઈથી ડરવાનું શીખવે છે અને ન તો કોઈને ડરાવવાનું શીખવે છે.

રાહુલ ગાંધીએ ર૦ મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી. આમાં હિન્દુઓ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, નીટ, બેરોજગારી, નોટબંધી, જીએસટી, એમએસપી, હિંસા, ભય, ધર્મ, અયોધ્યા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, વડાપ્રધાન અને સ્પીકરનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh