Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંરક્ષણ દળોમાં જોડાવા ઈચ્છતા દ્વારકા જિલ્લાના યુવાનો માટે
દ્વારકા તા. રઃ સંરક્ષણ દળોમાં જોડાવા ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાઓ માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિઃશુલ્ક નિવાસી તાલીમ યોજાશે.
રાજ્યના યુવાનો આર્મીમાં ભરતી થઈ દેશસેવા અને રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપે તેવા ઉમદા હેતુથી આર્મી રીક્રુટિંગ ઓફિસ, જામનગર દ્વારા આગામી તા. ૧૧-૭-ર૦ર૪ થી ર૦-૭-ર૦ર૪ સુધી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ભાવનગરમાં લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા વર્ષ ર૦ર૪-રપ દરમિયાન આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેસ મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક/માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અંતર્ગત ચાલુ વર્ષે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૩૦ દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં થાય તે હેતુથી યોજાનાર આ તાલીમમાં જોડાવવા ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફક્ત પુરુષ ઉમેદવારો પાસેથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકાને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટીફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, એક પાસબુક, આધારકાર્ડ, વગેરે પુરાવા, ર પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા. ૯-૭-ર૦ર૪ સુધીમાં પહોંચાડવાના રહેશે.
આ તાલીમ વર્ગ દેવભૂમિ દ્વારકામાં યોજવામાં આવશે. નિઃશુલ્ક રહેવા-જમવાનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે.
તાલીમમાં જોડાવવા માટેની શૈક્ષણિક લાયકાતમાં ધો. ૧૦ માં ૪પ ટકા સાથે અથવા ધો. ૧ર મા પ૦ ટકા સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર ૧૭.પ થી ર૩ વર્ષ હોવી જોઈએ. તાલીમ વર્ગનો સમયગાળો ૩૦ દિવસ રહેશે. ઉમેદવારની શારીરીક યોગ્યતા ઊંચાઈ-૧૬ર સે.મી., વજન પ૦ કિલોગ્રામ, છાતી-ફૂલાવ્યા વગર ૭૭ સે.મી. અને ફૂલાવેલ ૮ર સે.મી. હોવી જોઈએ. ઉમેદવારને શારીરિક યોગ્યતા માટે ઊંચાઈ, વજન, છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કૂદકો, પુલ અપ્સ વિગેરેની તાલીમ ભરતીને અનુરૃપ ફિઝિકલ તાલીમ આપવામાં આવશે.
અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિં. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. આ નિવાસી તાલીમ વર્ગમાં આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial