Advertisement
Author: નોબત સમાચાર

લીમડાલાઈન વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે સ્પાર્ક થતા વીજ પુરવઠો ખોરવાયો

વીજ તંત્રની ટૂકડીએ ચાલુ વરસાદમાં મરામત કરીઃ

જામનગર તા. રઃ જામનગરના લીમડા લેન         વિસ્તારમાં ચાલુ વરસાદે વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે સ્પાર્ક થવાથી વીજ પુરવઠો ખોરવાયો હતો. તે પછી વીજ તંત્રની ટૂકડીએ દોડી જઈ ચાલુ વરસાદમાં વીજ ટ્રાન્સફોર્મર અને વીજ વાયરો બદલવાની કામગીરી કરી હતી.

જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં કોંગ્રેસ ભુવન પાસે આવેલા ટ્રાન્સફોર્મર અને વીજ કેબલમાં એકાએક સ્પાર્ક થયા પછી ભારે તણખા ઝર્યા હતાં, અને ટ્રાન્સફોર્મર તેમજ કેબલ બળી જતાં આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ તંત્રની ટૂકડીએ વરસતા વરસાદે વીજ ટ્રાન્સફોર્મર તેમજ કેબલ વિગેરે બદલીને યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી, અને વીજ પુરવઠો રાબેતા મુજબ કર્યો છે.

જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં કોંગ્રેસ ભવનની બાજુમાં આવેલા ર૦૦ કેવી ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલો ૧પ૦ એમ.એમ.નો કેબલ વરસાદમાં ઈનસ્યુલેશન ડેમેજ થતાં બળી ગયો હતો, અને સ્પાર્ક સાથે ધડાકા થયા હતાં. પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન વિભાગની ટીમ દ્વારા કેબલ બદલાવવાની કામગીરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી કરવાની જરૃરિયાત ઊભી થઈ હોવાથી સલામતીના સાધનો અને સલામત કાર્યપદ્ધતિ સાથે ટેકનિકલ ટીમ તથા જુનિયર ઈજનેરની હાજરીમાં સ્થળ પર આ ટ્રાન્સફોર્મર યુદ્ધના ધોરણે ટ્રાફિકવાળા વિસ્તારમાં ચાલુ વરસાદ દરમિયાન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh