Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય સહિતના અગ્રણીઓ હોસ્પિટલ દોડ્યાઃ
જામનગર તા. ૨: જામનગરના ગોકુલનગર નજીકની સાયોના શેરી પાસે કારખાનુ ધરાવતા જામનગરના એક કોર્પોરેટરના પિતાને અગાસી પર વીજ આંચકો લાગ્યો હતો. બેભાન બની ગયેલા આ વૃદ્ધનું સારવાર કારગત નિવડે તે પહેલાં મૃત્યુ નિપજ્યું છે. ધારાસભ્ય સહિતના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્કની શેરી નં.પમાં રહેતા અને જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર પાર્થ કોટડીયાના પિતા પુરૃષોત્તમ ભાઈ ભૂરાભાઈ (ઉ.વ.૭૨) ગઈકાલે સાંજે ગોકુલનગરમાં સાયોના શેરી પાસે પોતાના હરિઓમ એન્ટરપ્રાઈઝ નામના કારખાને હાજર હતા.
આ વેળાએ અગાસી પરથી પસાર થતાં ઈલેકટ્રીક વાયરમાંથી પુરૃષોત્તમભાઈને વીજ આંચકો લાગતા તેઓ બેભાન બની ગયા હતા. સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા પુરૃષોત્તમભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર રૃપેશભાઈએ પોલીસને જાણ કરી છે.
ઉપરોક્ત દુર્ઘટનાની જાણ થતાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ મેયર વિનોદભાઈ ખીમસૂરીયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા તથા શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા સહિતના અગ્રણીઓ જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial