Advertisement
Author: નોબત સમાચાર

દુકાન પાસેથી મોટર ખસેડવાનું કહેવાતા દુકાનદાર પર ધોકા-લાકડીથી થયો હુમલો

ધ્રાફાના બે શખ્સ અને અન્ય છ સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૨: જામજોધપુરમાં એક દુકાન પાસે શનિવારે મોટર પાર્ક કરી દેવાઈ હતી. તે મોટર ત્યાંથી ખસેડી સામે મૂકી દેવા દુકાનદારે કહેતા મોટરચાલકે ઝઘડો કર્યા પછી ગઈકાલે આઠેક શખ્સોએ લાકડી, ધોકા સાથે ધસી આવી દુકાનદારને બેફામ માર મારતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ધ્રાફાના બે શખ્સ અને અન્ય છ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જામજોધપુરમાં કલ્યાણ સોસાયટીમાં રહેતા અને કુબેર કોર્નર નજીક દુકાન ધરાવતા ચિરાગ વ્રજલાલ દેલવાડીયાની દુકાન પાસે ગયા શનિવારે જીજે-૩-એલબી ૧૬૭૪ નંબરની મોટર પાર્ક કરી દેવામાં આવતા તેમની દુકાનમાં આવતા જતા વ્યક્તિઓને નડતરરૃપ થતાં ત્યાંથી મોટર લઈ લેવાનું કહેવાયું હતું.

આથી ઉશ્કેરાયેલા મોટર ચાલકે ગાળો ભાંડી હતી. તે પછી બે જુદા જુદા નંબર પરથી ચિરાગભાઈને ગાળો ભાંડવામાં આવી હતી અને જોઈ લેવાની ધમકી અપાઈ હતી. ત્યારપછી ગઈકાલે બપોરે તેમની દુકાને ધસી આવેલા ધ્રાફા ગામના શક્તિસિંહ જાડેજા, જે.ડી. ઉર્ફે જગદીશસિંહ જાડેજા અને અન્ય છએક જેટલા શખ્સોએ લાકડી, ધોકા, ઢીકાપાટુથી હુમલો કરી ચિરાગભાઈને માર માર્યાે હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. ચિરાગભાઈ એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નવા કાયદા મુજબ આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh