Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ પોલીસ સ્ટાફ તથા શી ટીમ દ્વારા પુરૃષાર્થ શાળામાં જાગૃતિ કાર્યક્રમ

સાયબર ક્રાઈમ, મહિલા હેલ્પલાઈન અંગે અપાઈ જાણકારીઃ

ખંભાળિયા તા. રઃ તાજેતરમાં દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ભાણવડ પીએસઆઈ સવસેટા તથા સ્ટાફ અને શી ટીમ દ્વારા શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમોના ભાગરૃપે અહીંની પુરુષાર્થ સ્કૂલમાં વિદ્યાર્થીઓને નવું સત્ર શરૃ થયું હોય, મીઠાઈ વહેંચી શુભેચ્છા આપીને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર અંગે તથા જાગૃતિ માટે કાર્યક્રમો કર્યા હતાં.

૧ જુલાઈ ર૦ર૪થી અમલમાં આવનારા આઈપીસીના બદલે નવા કાયદા અંગેનું માર્ગદર્શન પોલીસ તથા સાયબર ફ્રોડ અંગે જાગૃતતા માટે હેલ્પલાઈન નંબરો ૧૦૦/૧૧ર/૧૮૧ અભયમ્, સાયબર ૧૯૩૦ વિષે જાણકારી આપવામાં આવી હતી. ટ્રાફિક નિયમો, જાગૃતતા, મહિલાઓને સરકાર તરફથી મળતા લાભો, મુંઝવણોમાં કઈ રીતે માર્ગદર્શન મેળવવું તે અંગેની સમજ આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh