Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિકારીઓએ નવા કાયદાની આપી જાણકારીઃ
ખંભાળિયા તા. ૨: ગઈકાલથી કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદા અંગે વિગતો આપવા ખંભાળિયામાં જનજાગૃતિ સેમિનારનું પોલીસ દ્વારા આયોજન કરાયું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ડિયન પીનલ કોડ સીઆરપીસી તેમજ પુરાવાના કાયદા જેવા અંગ્રેજોના વખતના કાયદાઓ નાબૂદ કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય સાક્ષીય અધિનિયમ અમલમાં મૂકવામાં આવ્યા છે.
આ ત્રણ નવા ફોજદારી કાયદાઓની વિગતો આપવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં એસપી નિતેશ પાંડેયની સૂચના અને ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં ખંભાળિયા શહેર તથા તાલુકાના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પીઆઈ બી.જે. સરવૈયા સહિતના અધિકારીઓએ નવા બનાવવામાં આવેલા કાયદાની જાણકારી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial