Advertisement
Author: નોબત સમાચાર

શાકભાજીની પ્રાકૃતિક ખેતી માટે પ્રતિહેક્ટર ર૦ હજારની સહાય ચૂકવાશેઃ રાઘવજી પટેલ

કૃષિ વિભાગની નવી યોજના

જામનગર તા. રઃ રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 'શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના' અમલમાં મૂકાઈ છે, તેમ જણાવી કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઈનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂ. ર૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે.

શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં રૂ. ૧,૦૦૦ લાખની જોગવાઈ દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહ્વાન કર્યું છે. વડાપ્રધાનના આહ્વાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મળે, તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે.

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતુંકે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે 'શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના' અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઈનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂ. ર૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂ. ૧૦૦૦ લાખની રકમ ફાળવવામાં આવી છે.

પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આજના સમયમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉપજની માગ સતત વધી રહી છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માગ પણ વધી છે. વધી રહેલી માગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૃરી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજુર કરી છે. આ યોજનાના અમલીકરણથી આગામી પ વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે પ૦૦૦ હેક્ટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય ડીબીટીના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં જમા થશે. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh