Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મારો પણ એક જમાનો હતોઃ જોડિયા બંદર
જોડિયા તા. રઃ ત્રણ દાયકાથી ભાંગતું જતું જોડિયા બંદર વિકાસની એક તક ઝંખે છે, અને અહીં વિકાસની અખૂટ સંભાવનાઓ હોવાથી ચૂંટાયેલા નેતાઓ તથા સરકારે વિશેષ લક્ષ્ય આપવાની જરૃર છે, તેવા લોક પ્રત્યાઘાતો છે.
જામનગર જિલ્લાનું જોડિયા બંદર આશરે છેલ્લા ત્રીસ વર્ષથી ભાંગતું જાય છે, તેના કારણે જોડિયામાં વહાણવટીની પેઢીઓ હતી, તે સ્થળાંતર કરી જતા જોડિયા ગામની પ્રજા બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયેલ છે.
જામનગર જિલ્લામાં જો કોઈ સારૃ અને કુદરતી બંદર હોય તો તે જોડિયા બંદર છે. આજ સુધી આ બંદર ઉપર કોઈપણ અધિકારી, વર્ગ કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ધ્યાન આપ્યું નથી, જેના કારણે જોડિયાના વહાણ બંધ થઈ ગયા છે. જોડિયાનું બંદર એ કુદરતી બંદર છ. આ બંદર ઉપર બસરા, કરાચી, દુબઈ, ઈરાક, ઈરાનથી હજારો ટન માલ આવતો-જતો હતો અને આ બંદર ઉપર માલ રાખવાની પણ પુસ્કળ સુવિધા છે, જેના કારણે તાત્કાલિક માલ ખાલી કરી અને પરત ફરી શકતા હતાં. આ બંદર હાલમાં ઘણું જ બૂરાઈ ગયેલ છે.
આશરે બે કિલોમીટરની નહેરમાં કુંળડામાંથી નીકળી ગયેલા કાળા પથ્થરો છૂટક છૂટક નહેરમાં પડ્યા છે અને કાદવ ભરાય ગયેલ છે તેમજ કુળદાની આથમણી બાજુનો કિનારો ધોવાઈ ગયો છે, જે કિનારા પાસે ૧૦૦ મીટર દૂર સામે બે કિ.મી.નો નવો પાળો બાંધવાની જરૃર છે. આ પાળો બે કિ.મી. લાંબો અને ૧ર ફૂટ ઊચો બાંધવામાં આવે તો કુળદામાંથી નીકળતા કાળા પથ્થરો એટલે કે કુળદાનું ધોવાણ થતું અટકે અને કુળદાનું આયુષ્ય વધે. પાળો નહીં હોવાના કારણે આથમણી બાજુથી આવતા પવનના કારણે પાણીના મોજા કુળદા સાથે ભટકાઈ છે અને કુળદાને નુક્સાન કરે છે, જેથી આ નક્શામાં બતાવેલી જગ્યાએ બે કિ.મી.નો નવો પાળો બનાવીને નહેરમાં કાળા પથ્થરનું કામ કરવાથી આ બંદર ફરીથી વિકસી શકે તેમ છે, તેમજ વહાણો બારે માસ આવી-જઈ શકે તેમ છે.
જો આ બંદરમાં આટલું કામ થઈ જાય તો જોડિયા બંદર ફરીથી વિકસતું થાય અને ગામની ઘણી પેઢીઓ જે હાલ પોતાનો વેપાર બહાર કરે છે તેના દ્વારા જોડિયામાં ઉદ્યોગ વેપાર તથા લઘુઉદ્યોગ કારખાનાઓ, ફેક્ટરીઓ વગેરે વિક્સવાની ઘણી તકો પડી છે. આજે પણ કરાચીમાં જોડિયામાં બજાર છે, જોડિયા બંદર ઉપર ઘણી પેઢીઓ બોટ બિલ્ડીંગ યાર્ડ બનાવાની ઈચ્છા ધરાવે છે, અને ગુજરાત સરકાર અને ભારત સરકારને લાખો રૃપિયાનું હૂંડિયામણ પણ મળવાની શક્યતા છે.
આ કુદરતી બંદરને ફરીથી ધમધમતું કરવા માટે બે કિ.મી.ની જે નાળ હાલ કાદવથી ભરાઈ ગઈ હતી તેને સનપાઈપથી ખોદાણ કરી અને એક વખત ઊંડી કરવામાં આવે તો કુદરતી રીતે આ બંદર ઉપર આવેલી ઊંડી નદીના પાણીના વહેણથી વરસો વર્ષ સાફ થતો રહેશે. અગાઉ બંદરથી જોડિયા રેલવે સુધી રેલવે પણ ચાલતી હતી. જોડિયાનું બંદર પુનઃ ધમધમતું કરવા અનેકવાર લેખિત-મૌખિક રીતે લાગતા વળગતા અધિકારીઓ, મંત્રીઓ, ધારાસભ્ય, સંસદસભ્ય સહિત અનેક લોકોને રજૂઆત કરેલ છે. જોડિયાનું બંદર પુનઃ ચાલુ થાય તો અનેક લોકોને રોજીરોટી મળે. આજે દિવસે દિવસે ગામ ખાલી થતું જાય છે. તેથી આ અંગે ચૂંટાયેલા નેતાઓ તથા રાજ્ય-કેન્દ્ર સરકાર વિશેષ લક્ષ્ય આપે તેવી લોકમાંગણી ઊઠી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial