Advertisement
Author: નોબત સમાચાર

ભારે વરસાદના કારણે ગુજરાતના ૧૧૬ માર્ગો બંધઃ ઠેર-ઠેર ખોરવાયો વીજ પુરવઠો

એનડીઆરએફની ૧૦ ટીમો તૈનાતઃ

અમદાવાદ તા. રઃ ભારે વરસાદના કારણે રાજ્યના ૧૧૬ માર્ગો બંધ કરવા પડ્યાનું અને ઠેર-ઠેર વીજ પુરવઠો ખોરવાયો છે. એક તરફ મેઘો મહેરબાન, તો બીજી તરફ તકલીફો પણ વધી છે. હજુ આગાહીને લઈને એનડીઆરએફની ૧૦ ટીમો તૈનાત કરાઈ છે.

ગુજરાતમાં મેઘરાજાની સવારી મન મૂકીને વરસી રહી છે. અનેક જગ્યાઓએ મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે. મેઘો મહેરબાન થતા જ લોકોની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભારે વરસાદી સ્થિતિના કારણે રાજ્યમાં કુલ ૧૧૬ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

હાલમાં વરસાદી સ્થિતિને જોતા જૂનાગઢના ર અને પોરબંદરનો ૧ સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય ૯૯ પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરી દેવાયા છે. તો જૂનાગઢમાં કુલ ૪૪ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક રસ્તાઓ બંધ કરી દેવાતા લોકો ફરીને જવા મજબૂર બન્યા છે. તો સાથે વાહન ચાલકોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યમાં વરસાદના કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના ૮૮ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે ગામ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લાના ૩૬ ગામોમાં વીજ પુરવઠો બંધ છે. તો કચ્છના ર૯, જૂનાગઢના ૧૬ ગામોમાં પુરવઠો બંધ છે. મહુવા તાલુકાના ર૮ ગામોમાં વીજ પુરવઠો બંધ છે. લખપત તાલુકાના ર૯ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાથી હાલાકીનો સામનો કરી     રહ્યાં છે.

મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૪૮ કલાક વરસાદ વરસતા રાજ્યમાં ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો ખડેપગે તૈનાત કરાઈ છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ૧૦ ટીમો તૈનાત કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે ભરૃચ જિલ્લામાં ૩ ટીમો મોકલવામાં અવાી છે. તો નર્મદા જિલ્લામાં એનડીઆરએફની ર ટીમો તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં, આવનારા ર૪ કલાકમાં રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને પંચમહાલમાં પણ ભારે વરસાદની સ્થિતિને લઈ તમામ જિલ્લામાં ૧-૧ ટીમ મોકલવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ ૧ એનડીઆરએફની ટીમ મોકલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh