Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં
ખંભાળીયા તા. રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને ગવર્નીંગ બોડી-જિલ્લા આરોગ્ય સંકલનની બેઠક મળી હતી. જેમાં કલેકટરએ આરોગ્ય વિભાગને લગતા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી જરૃરી સૂચનો કર્યા હતા તેમજ આરોગ્યલક્ષી કામગીરી અંગે સમીક્ષા કરી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરએ માતા અને બાળ મરણ સર્વેલન્સ રિસ્પોન્સ કમિટી અંતર્ગત થયેલા માતૃ બાળ મરણ અંગે સમીક્ષા કરી આ અંગે સઘન પગલા લઈ જરૃરી મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગવર્નીંગ બોડી અને જાહેર આરોગ્ય સંકલન સમિતિ અંતર્ગત થયેલી કામગીરીની ગત વર્ષ સાથે સરખામણી તથા એએનસી રજીસ્ટ્રેશન,અર્લી એ.એન.સી. ડિલિવરી, ઈમ્યુનાઈઝેશન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત કલેકટર દ્વારા સંચારી રોગચાળા અટકાયતી પગલાં માટે સુસજ્જ રહેવા તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો તેમજ આરોગ્ય તંત્રને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કલેકટરની અધ્યક્ષતામાં પીએમજેવાય કમિટીની બેઠક, તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ જિલ્લા સંકલન સમિતિની બેઠક, નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત બેઠક, જિલ્લા ટી.બી. ફોરમ, જન્મ મરણ અંગેની સંકલન બેઠક, ૧પ મું નાણાપંચ, કમિટી, ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ફોર ઈમ્યુનાઈઝેશનની બેઠક મળી હતી. કલેકટરએ આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ સઘન કામગીરી હાથ ધરે તે માટે પ્રોત્સાહિત કર્યા હતાં.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી આરોગ્ય શાખાની કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial