Advertisement
Author: નોબત સમાચાર

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ-યંગ બ્રિગેડ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ એકત્રીકરણ અભિયાન

જામનગરમાં પ્લાસ્ટિકના ખાલી પડીકા, રેપર્સ, વેસ્ટનું એકત્રીકરણ કરવા કેન્દ્રો ઊભા કરાશે

જામનગર તા. ૨: હાલ સમગ્ર રીતે પ્લાસ્ટિક અને ખાણીપીણીના પેકેટના વેસ્ટનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે ત્યારે જામનગરના ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનોના સહયોગથી પ્લાસ્ટિક વેસ્ટ, ખાલી રેપર્સ-પેકેટને એકત્ર કરવાનો અને તેનો યોગ્ય રીતે રીસાયકલીંગ પ્રોસેસથી બાંધકામ મટીરીયલમાં ઉપયોગ થાય તેવા હેતુસર એક અનોખા અને મહત્ત્વપૂર્ણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે.

'નોબત'ની મુલાકાતે ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક હિતેશભાઈ પંડ્યા તેમની યુવા ટીમ સાથે આવ્યા હતાં. જેમાં તેમણે આ અભિયાન નોબતના ચેતનભાઈ માધવાણી સમક્ષ આ અંગેની વિસ્તૃત વિગતો રજુ કરી હતી.

તેમના જણાવ્યા પ્રમાણે દરેક લોકોને તેમના ઘરે/ઓફિસ/કામકાજના સ્થળે વેફર/નાસ્તાના ખાલી પેકેટ, રેપર્સ કે અન્ય પ્લાસ્ટિક વેસ્ટને ડસ્ટબીનમાં કે જ્યાં-ત્યાં નાખવાને બદલે પાણીની ખાલી બોટલ કે ઠંડા પીણાની ખાલી બોટલમાં એકત્ર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પ્લાસ્ટિક/ખાલી પડીકા ભરેલી બોટલો જામનગર શહેરમાં એકત્ર કરવા માટે અલગ અલગ સ્થળે કલેકશન કાઉન્ટર સેન્ટર ઉભા કરવામાં આવશે. જ્યાં તેઓ પ્લાસ્ટિક કચરો ભરેલી બોટલો પહોંચાડી શકશે.

સમગ્ર શહેરમાં વિવિધ કલેકશન સેન્ટરોમાં એકઠી થયેલી બોટલોને હાલ ભરૃચ સ્થિત એક રીસાયકલીંગ પ્રોસેસ યુનિટમાં મોકલવાનું આયોજન છે. આ યુનિટ બાંધકામમાં વપરાતા સિમેન્ટ કોંક્રીટ-સીમેન્ટ બ્લોક બનાવવામાં સિમેન્ટ/રેતી સાથે પ્લાસ્ટિક વેસ્ટ મિકસ થયેલા બ્લોક-ક્રોકીંટના ટેકનિકલ પરીક્ષણમાં વજનમાં ઓછું તથા મજબૂતાઈમાં વધુ પૂરવાર થયા છે.

આમ આ અભિયાનના કારણે બાંધકામના સિમેન્ટ બ્લોક / ક્રોકીંટના ખર્ચમાં ખૂબ મોટો ફાયદો થશે તેમજ સૌથી મહત્ત્વની અને અતિ ઉપયોગી બાબત એ છે કે પ્લાસ્ટિકના કારણે પર્યાવરણને થતાં નુકસાનમાં ખૂબ મોટી રાહત મળશે.

આ અભિયાનમાં ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના નેજાહેઠળ સક્રિય રીતે જોડાયેલા દેહરાદૂનની કોલેજમાં અભ્યાસ કરતા કુ. હેત મહેતા, દર્શન પરમાર, વ્રજ સરધારા, નિરમા યુનિ.માં અભ્યાસ કરતા કેવીન હિંગુ, નિખિલ ચંદ્રપાલ તથા અલી અકબરે ખૂબ જ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે પ્રારંભિક તબક્કામાં જ લોકોમાંથી ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. હિતેશભાઈ પંડ્યા અને કાજલબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ દરેક બેંકો, કચેરીઓ તથા ઘરે ઘરે જઈને આ અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા તંત્ર તથા કોર્પોરેટરોના સહયોગથી અભિયાનને વેગવંતુ બનાવવામાં આવશે. તેમજ આ એકત્ર કરાયેલા મટીરીયલ્સના જથ્થાની પ્રોસેસ. જામનગરમાં જ થાય તેવી વ્યવસ્થા માટે પણ પ્રયાસો ચાલુ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh