Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડ ઉદ્યોગનગરમાંથી ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક મહારાષ્ટ્ર માટે કરાયો હતો રવાનાઃ
જામનગર તા. ૯ઃ જામનગરના દરેડમાં આવેલી એક ટ્રાન્સપોર્ટ પેઢીએ પોતાના ગ્રાહકના કારખાનામાંથી અંદાજે દસેક ટન વજનનો બ્રાસપાર્ટનો સામાન પોતાના ટ્રકમાં લોડ કરાવ્યા પછી ડ્રાઈવરને મહારાષ્ટ્ર જવા રવાના કર્યાે હતો. આ સામાન ડ્રાઈવરે નિયત સ્થળે પહોંચાડવાના બદલે માર્ગમાં ક્યાંક ઉતારી નાખી ટ્રક સુરતના કામરેજ પાસે રેઢો મૂકી દીધો હતો. સામાન નહીં પહોંચતા ટ્રાન્સપોર્ટના મેનેજરે કરાવેલી તપાસમાં ઉપરોક્ત તથ્ય ખૂલતા ડ્રાઈવર સામે રૂ.૮૨ લાખ ઉપરાંતના સામાનની ઉચાપત કરી લેવા અંગે ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરની પુષ્કરધામ સોસાયટીમાં વસવાટ કરતા અને દરેડમાં આશાપુરા રોડવેઝ કંપની નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં બ્રાંચ મેનેજરની ફરજ બજાવતા તુષાર કિશોરભાઈ ગાગીયાએ ગઈકાલે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રૂ.૮૨ લાખ ઉપરાંતના બ્રાસપાર્ટના તૈયાર સામાનની છેતરપિંડી કરવા અંગે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તુષારભાઈની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં બે દિવસ પહેલાં મહારાષ્ટ્રના નાસીકમાં આવેલા સીનર ગામમાં પહોંચાડવા માટે બ્રાસપાર્ટના દાગીનાનું બુકીંગ કરવામાં આવ્યું હતું.
બુકીંગ અન્વયે તે સામાન સીનર પહોંચાડવા માટે તુષાર ગાગીયાએ જામનગરના રામેશ્વરનગરમાં નંદન પાર્કમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કર્યાે હતો. તેથી ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ મંગળવારે ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જીજે-૧૦-ટીવાય ૭૭૪૩ નંબરના આઈશર ટ્રકને લોડ કરાવી નાસીક જવા રવાના થયો હતો. તે ટ્રકમાં તુષારભાઈએ જીઆઈડીસી ફેસ-૩માં આવેલા ટોપ મેન્યુફ્રેક્ચરીંગ નામના કારખાનામાંથી બ્રાસપાર્ટના બોક્સના ૩૧૦ દાગીના ભરાવી રાખતા આશરે ૯૮૩૮ કિલો વજનના અને રૂ.૮૨ લાખ ૨૫,૭૮૦ની કિંમતના બ્રાસપાર્ટને ભરી આપ્યો હતો.
આ ટ્રક નિર્ધારીત સમય મુજબ નાસીકના સીનરમાં નહીં પહોંચતા મેનેજર તુષારે તપાસ કરાવી હતી. જેમાં ટ્રક ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહે બ્રાસપાર્ટનો ઉપરોક્ત સામાન રસ્તામાં ક્યાંક અન્ય સ્થળે ઉતારી નાખી ટ્રાન્સપોર્ટ પેઢી તથા સામાન મોકલાવનાર પેઢી સાથે છેતરપિંડી કર્યાનું જણાઈ આવ્યું હતું અને ખાલી ટ્રક સુરતના કામરેજ પાસેથી મળી આવ્યો હતો. ઉપરોક્ત કેફિયત પરથી પોલીસે આઈપીસી ૪૦૭ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial