Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૯ઃ જામનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક કારોબારી અધ્યક્ષા ચંદ્રિકાબેન જેઠાલાલ અઘેરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના વર્ષ ૨૦૨૪-૨૫ના રૂ. ૪ કરોડ ૬ લાખ ૩૨ હજારના બજેટને બહાલી આપવામાં આવી હતી. હવે જિલ્લા પંચાયતનું બજેટ આગામી તા. ૧૫-૦૨-૨૪ના યોજાનાર જનરલ બોર્ડમાં રજુ કરવામાં આવશે.
આ અંદાજપત્રમાં સ્માર્ટ ક્લાસ માટે રૂ. ૩૦ લાખ, આંગણવાડીના કુપોષિત બાળકોની સહાય બમણી કરવા તેમજ અધ્યક્ષસ્થાનેથી રજુ થયેલા જિલ્લાના ૪૩ કરોડના કામો, ૧૫મા નાણાપંચના કેટલાક કામોની મુદ્દત ૬ મહિના વધારવાનો નિર્ણય લેવાયો હતો.
આ બેઠકમાં પંચાયતના એડવોકેટ પેનલની પુનઃ રચના કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીને સોંપવાનો નિર્ણય લેવાયો હતો.
બજેટમાં કુપોષિત બાળકો માટેની હાલની રૂ. ૧૫ હજારની જોગવાઈ હવે બમણી કરી રૂ. ૩૦ હજારની કરવામાં આવી છે. અનુ. જાતિ કલ્યાણ માટે કોમ્યુનિટી હોલ બનાવવા રૂ. ૩૫ લાખ, સિંચાઈના કામો માટે રૂ. ૨૦ લાખ, બાંધકામ વિભાગના કામ માટે રૂ. ૩૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.
૧૫મા નાણાપંચમાંથી થઈ રહેલા કામોમાં લાલપુર તાલુકાના નવી પીપર ગામથી ગોવાણા રોડ ઉપરના કોઝ-વેનું કામ, લાલપુરથી ગજણા ગામે તથા ભોળેશ્વર મંદિરે જવા માટે રાધણવો નદી ઉપર આવેલો બેઠો પુલ ઉંચો કરવાનું કામ, નાંદુરી ગામથી ટેભડા જતા રસ્તા ઉપર કોઝ-વેના કામનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial