Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૭ બોટલ સાથે એક શખ્સ પકડાયોઃ
જામનગર તા. ૯ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ઓશવાળ હોસ્પિટલ પાસેથી રાત્રે સાડા ત્રણેક વાગ્યે સ્કૂટર પર જતાં એક શખ્સને રોકી પોલીસે ચેક કરતા દારૃના ૪૬ ચપલા મળી આવ્યા હતા. જ્યારે એક શખ્સ ૧૭ બોટલ સાથે ઝડપાઈ ગયો હતો. ફેસ-૩માંથી બોટલ સાથે એકની પોલીસે ધરપકડ કરી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સિટી-એ ડિવિઝનના પોલીસ કાફલા દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ઓશવાળ હોસ્પિટલ પાસેથી પસાર થતાં જીજે-૧૦-ડીપી ૪૧૫૪ નંબરના જ્યુપીટર સ્કૂટરને શકના આધારે રોકવામાં આવ્યું હતું.
તે સ્કૂટર પર જઈ રહેલા શંકરટેકરીની સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા નયન મનસુખભાઈ ચૌહાણ નામના શખ્સની તલાશી લેવાતા તેના કબજામાં રહેલા થેલામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૪૬ ચપટા મળી આવ્યા હતા. પોલીસે ચપટા તથા સ્કૂટર મળી કુલ રૂ.૩૪૬૦૦નો મુદ્દામાલ કબજે કરી નયન ચૌહાણની ધરપકડ કરી છે.
જામનગરના પાનીબેન બાળમંદિર પાછળ આવેલા જે.કે. એપાર્ટમેન્ટ પાસેથી ગઈ રાત્રે પસાર થતાં દિગ્વિજય પ્લોટની શેરી નં.૫૮માં બાળકોના સ્મશાન પાસે રહેતા સંજય બાબુલાલ ભદ્રા ઉર્ફે બેના નામના શખ્સને પોલીસે રોકાવી ચેક કરતા આ શખ્સના કબજામાંથી ઈંગ્લીશ દારૃની સત્તર બોટલ મળી આવી હતી. પોલીસ ઝબ્બે લઈ સંજયની ધરપકડ કરી છે.
જામનગર નજીકના દરેડ પાસે જીઆઈડીસી ફેસ-૩માં ગૌશાળા સર્કલથી ગઈકાલે રાત્રે જઈ રહેલા ઢીંચડા ગામના ગફાર હસન સંઘાર નામના શખ્સને રોકી પોલીસે તેની તલાશી લીધી હતી. આ શખ્સના કબજામાંથી દારૃની બોટલ મળી આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial