Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કંચનપુરમાં અકસ્માતે કૂવામાં ખાબકેલા યુવાન મોતને શરણઃ
જામનગર તા. ૯ઃ સોયલના બસ સ્ટેન્ડમાં ગઈકાલે સાંજે ઉપલેટા તાલુકાના એક વૃદ્ધનું બીમારીથી મૃત્યુ થયું છે. કલ્યાણપુરના લાંબામાં એક વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવી જતાં તેમના પર કાળનો પંજો પડ્યો છે. ઉપરાંત કંચનપુરમાં અકસ્માતે કૂવામાં ખાબકી ગયેલા યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોરીવાડા ગામમાં રહેતા રમેશગીરી લક્ષ્મણગીરી મેઘનાથી (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ ગઈકાલે સાંજે ધ્રોલ તાલુકાના સોયલ ગામના બસ સ્ટેન્ડમાં હતા ત્યારે અચાનક શ્વાસ ઉપડતા ઢળી પડ્યા હતા. તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના સંબંધી નિલેશગીરી ભૂપતગીરી મેઘનાથીએ પોલીસને જાણ કરી છે.
મૃતક વૃદ્ધ લાંબા સમયથી ટીબી તથા શ્વાસની બીમારીથી પીડાતા હોવાનું પોલીસને જણાવાયું છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના વાડી વિસ્તારમાં રહેતા કાળુભાઈ સીદાભાઈ ચાવડા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ બુધવારે સવારે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો થવા લાગતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તેઓનું હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયાનું પુત્ર દાનાભાઈ ચાવડાએ પોલીસમાં જાહેર કર્યું છે.
ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામના નીઝામભાઈ વલીમામદ ખફી (ઉ.વ.૨૬) નામના યુવાન ગઈકાલે સાંજે પોતાના ખેતરમાં પાણી વાળતા હતા. આ વેળાએ તરસ લાગતા નીઝામભાઈ નજીકમાં આવેલા કૂવામાંથી કાઢવામાં આવેલી નળીમાંથી પાણી પીતા હતા. આ સમયે કોઈ રીતે પગ લપસી જતાં આ યુવાન કૂવામાં પડી ગયા હતા. તેઓને એકાદ કલાકની જહેમત પછી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. તે દરમિયાન વધુ પડતું પાણી પી ગયેલા નીઝામભાઈનું મૃત્યુ થયું છે. મૃતકના નાનાભાઈ યાસીન ખફીનું નિવેદન નોંધાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial