Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તાપમાનનો પારો નીચે સરકતા ઠંડી વધીઃ ન્યુનત્તમ તાપમાન ૧૩.૮ ડીગ્રી

એક જ દિવસમાં પાંચ ડીગ્રીનો ઘટાડો નોંધાયોઃ

જામનગર તા. ૯ઃ જામનગરમાં આજે તાપમાનનો પારો એક જ દિવસમાં પ ડીગ્રી કરતા વધુ નીચે તરફ સરકતા ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો હતો.

જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ન્યુનત્તમ તાપમાનનો પારો ૧૮ થી ૧૯ ડીગ્રી આજુબાજુ સ્થિર રહ્યો હતો, પરંતુ એકાએક ઠંડીમાં વધારો થતા પારો સડસડાટ નીચે તરફ સરકીને ૧૩.૮ ડીગ્રીએ અટક્યો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતા ર૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ર૮ ડીગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૩.૮ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે ભેજનું પ્રમાણ મહત્તમ પ૩ ટકા અને પવનની ઝડપ પ્રતિ કલાકના ૧ર થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

ગઈકાલે તાપમાનનો પારો ૧૯.પ ડીગ્રીએ સરક્યો હતો જે આજે સડસડાટ નીચે તરફ સરકીને ૧૩.૮ ડીગ્રી સુધી પહોંચી જતા ઠંડીનું સામ્રાજ્ય છવાયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh