Advertisement
Author: નોબત સમાચાર

હાલારના બન્ને જિલ્લામાં ઈમરજન્સીમાં તાત્કાલિક રકત મળી રહે તેવી વ્યવસ્થા

દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ દ્વારા

ખંભાળીયા તા. ૯ઃ સામાન્ય રીતે રકતદાન કેમ્પમાં રકતદાન માટે આયોજકો તત્પરતા દેખાડતા હોય છે પણ રકતદાતા કે તેના પરિવારને જ્યારે જરૃરત પડે ત્યારે લોહી મેળવવા પરેશાની થતી હોય આ મુદ્દો દ્વારકા જિલ્લા ભાજપ યુવા પ્રમુખ વનરાજસિંહ વિજયસિંહ વાઢેરના ધ્યાનમાં આવતા તેમણે આ માટેની ખાસ વ્યવસ્થા ગોઠવી છે.

દ્વારકા જિલ્લામાં સમગ્ર સ્થળે યુવા ભાજપ તથા તેમના ગ્રુપ દ્વારા અવાર-નવાર રકતદાન કેમ્પો કરીને સ્થાનિક તથા જામનગરની સરકારી તથા ખાનગી બ્લડ બેંકોને રકત અપાયું હોય જરૃરત પડે ત્યારે મળે તે માટેની પણ ખાસ વ્યવસ્થા તેમણે ગોઠવી છે.

ખંભાળીયા શહેરની સરકારી હોસ્પિટલ કે ખંભાળીયા શહેરની કોઈપણ ખાનગી હોસ્પિટલ, જામનગરની જી.જી.હોસ્પિટલ કે જામનગરની કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં દ્વારકા જિલ્લાના કોઈપણને કયારેય પણ રકતની જરૃર પડે ત્યારે ર૪ કલાક ગમે ત્યારે કોલ કરીને રકત માટેની વ્યવસ્થા કરવાની તૈયારી યુવા ભાજપ તથા તેમની ટીમ દ્વારા કરાઈ છે. રકતની જરૃર પડ્યે ૯૭ર૭૮ ૭૮૮૭૮ પર સંપર્ક કરવા જણાવાયું છે. ભવિષ્યમાં રકતદાન કેમ્પમાં રકતદાન કરીને કોઈની જિંદગી બચાવવામાં મદદરૃપ થવા પણ અપીલ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh